Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

પરીક્ષાઓના દિવસો ધ્યાને લઇ જાહેર સમારોહ અને મેળાવડા બંધ રાખવા વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૨૧ : દેશભરમાં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ મહિનામાં વિદ્યાર્થીઓની વિવિધ પરીક્ષાઓનો સમયગાળો હોય છે. ત્યારે વિદ્યાર્થીઓની કારકીર્દીના નિર્ણાયત્મક એવા આ સમયગાળામાં રાજકીય પક્ષોના તાયફા, ધાર્મિક કથાઓ કે કોઇપણ મેળાવડાના કાર્યક્રમો બંધ રાખવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા એક યાદી મારફત નમ્ર અપીલ કરાઇ છે.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યુ છે કે આ સમય દરમિયાન વિદ્યાર્થી જગતને નુકશાન ન થાય તે હેતુથી આવા કાર્યક્રમો યોજવાના જ હોય તો ઘોંઘાટ ન થાય તે રીતે ખાનગી હોલ, વાડી કે શહેર ગામથી દુર ખુલ્લી જગ્યાઓમાં યોજવા જોઇએ.

અહીં ધર્મ-ઉત્સવ કે જાહેર ઉજવણીનો વિરોધ નથી, પરંતુ પરીક્ષાઓ ધ્યાને લઇ વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેનો વિવેક દાખવવાની વાત છે. આ બાબતે મુખ્યમંત્રીને પણ પત્ર લખી રજુઆત કરાઇ છે. કોઇ સ્થળે આવા કાર્યક્રમો થશે તો જાથા વિદ્યાર્થીઓના હિતમાં જનઆંદોલન પણ ચલાવશે. તેમ જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:52 pm IST)