Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

વ્યાજની રકમ વસુલવા જમીન પડાવી લઇને ધમકી આપવાના ગુનામાં આરોપીઓ જામીન પર

રાજકોટ,તા. ૨૧ : વ્યાજની રકમ વસુલવા ખેતીની જમીન પડાવી લઇ ધમકી આપવા અંગે થયેલ ફરિયાદમાં આરોપીઓનો જામીન પર છુટકારો કરવાનો રાજકોટની જે.ઍમ.ઍફ.સી. કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત ઍવી છે કે આ કામના આરોપી રોહીત લીંબડીયાઍ ફરિયાદી નારણભાઇ ઉતેરીયાઍ રૂ. ૧૦,૦૦,૦૦૦ ચાર ટકા ઉંચા વ્યાજે પૈસા આપેલ અને આરોપી વિપુલ પાસેથી પણ પૈસા અપાવી ઉંચુ કમીશન મેળવી અને ફરીયાદીની જમીનની મંળી રૂ. ૩,૮૦,૦૦૦ ભરી અને ચાર ટકા વ્યાજ ગણી રૂ. ૩૫,૦૦,૦૦૦નો વ્યાજ સહી હીસાબા કરી ફરીયાદીની ખેતીની જમીનનો માર નાખવાની ધાક-ધમકી આપી આ કામના આરોપી ભીખુભાઇ જીવાભાઇ મહેતાના નામનો દસ્તાવેજ કરાવી લીધેલ, આમ આરોપીઓ ઍકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા સબબ ઍરપોર્ટ પોલીસ સ્ટેશને આરોપીઓને અટક કરી અદાલતમાં રજુ કરેલ અને દિવસ ૫ના રીમાંડની માંગણી કરેલ હતી.

આ કામના આરોપી વતી રોકાયેલ વકીલ આર.બી.મકવાણાઍ કરેલ દલીલ સબબ આરોપીઓના રીમાંડ નામંજુર કરેલ અને આ કામના આરોપીના વકીલ દ્વારા જામીન અરજી રજુ કરતા અને અદાલતમાં ધારદાર દલીલો કરતા અને ઍવું જણાવેલ કે આ કામના આરોપી ભીખુભાઇ શુધ્ધ બુધ્ધીના ખરીદનાર અને રોહિત તથા વિપુલ દસ્તાવેજમા સાક્ષી હોય, કોઇ જ ખોટી ધમકી કે બળજબરીથી દસ્તાવેજ કરાવેલ ન હોય અને વ્યાજે પૈસા આપેલ ન હોય જેથી આ તમામ બાબતોને ધ્યાને લઇ આ કામના આરોપીઓને રેગ્યુલર જામીન પર મુકત કરવા નામદાર અદાલતે હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી ઍડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ ઍમ.સભાડ, નરેન્દ્ર ડી.બાવડીયા રોકાયેલા હતા.

(3:51 pm IST)