Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

મુસ્લિમ અગ્રણી ગનીબાપુ કટારીયાની મોટી દિકરીના દુઃખદ અવસાન નિમીતે સોમવારે બેસણુ : જીયારતમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

રાજકોટ,તા.૨૧ : મુસ્લિમ અગ્રણી મર્હુમ ગનીભાઈ    કટારીયાની દિકરી અને હબીબભાઈ કટારીયાના મોટાબેન હુશૈનાબેન ગનીબાપુ કટારીયા  ગત બુધવારે ટુંકી બીમારી બાદ જન્નત નશીન થયેલ હતા. તેણીની મૈયત જનાઝા  અને ઝયારતમા  મોટી સંખ્યા મા હિન્દુ મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહી ખિરાજે અકિદત પેશ કરેલ તેણીનું બેસણું આગામી સોમવાર તા.૨૩ બપોરના ૪ થી ૬, સ્થળ ગુરુનાનક મંદિર હોલ,તેઓના નિવાસસ્થાન સદર બજાર મેઈન રોડની બાજુમાં, ફૂલછાબ ચોક પાસે રાખેલ છે.

તેણીના દુઃખદ અવસાન નિમીતે  હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સવઁ શ્રી કીરીટભાઇ ગણાત્રા, આર.સી.સી.બેંકના સંચાલક શ્રી પરસોતમ ભાઈ પીપળીયા,જનાબ સૈયદ મહેબૂબ બાપુ કાદરી, હાજી બરકતશાબાપુ કાદરી, એડવોકેટ હાજી હુશેનભાઈ સમા,  હાફિઝ અકરમ સાહેબ, ફારૃકભાઈ બાવાણી, યુનુસભાઈ જુણેજા, રહીમભાઈ સોરા, ફારૃકભાઈ કટારીયા, મુસતુફાભાઈ કચરા, અવેશભાઈ કામદાર, રજાકભાઈ કારીયાણીયા, સલીમ ભાઇ કારીયાણીયા, યુનુસભાઈ જયહિંદ, હાજી ગફારભાઈ કટારીયા,પરવેઝ ચોહાણ, મહમદભાઈ ચોહાણ, હાજી બાબુભાઇ વિશળ,નાશીર ભાઈ જુણેજા,આઇ.કે.શેખ, સમીરભાઈ જસરાયા, હનીફ ભાઈ હાજી બાબુભાઇ, મહેબૂબભાઈ બેલીમ, હાજી મોઈન નુરી, ડો.બેલીમ સાહેબ, જાહિદ ખાન પઠાણ, ઈરફાનભાઈ ઠેબા, મહેતાભાઈ, સંજય પાટડીયા, યુસુફભાઈ સોપારીવાલા, ધીરૃભાઈ છાંટબાર, નરેશ ભાઈ દેવીપૂજક, કિરીટભાઈ કેસરીયા, આશીક દલવાણી, યુસુફભાઈ મકરાણી, રફીકભાઈ દલવાણી, યાકૂબભાઈ ભાણુ, અનવરભાઈ કચ્છી વગેરેએ  મર્હુમાને ખિરાજે અકિદત પેશ કરી હતી. જાણીતા મુસ્લિમ અગ્રણી હબીબભાઈ કટારીયાએ સહુ પ્રત્યે આભારની લાગણી વ્યકત કર્યાનું જણાવ્યંુ છે.

(3:51 pm IST)