Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

કાલથી ત્રણ દિવસ દંતયજ્ઞ- બત્રીસી (ચોકઠા) બનાવી આપવાનો વિનામૂલ્યે કેમ્પ

રોટરી મીડટાઉન દ્વારા

રાજકોટઃ રોટરી મીડટાઉન તથા ભારત પેટ્રોલિયમના સૌજન્ય દ્વારા જાહેર જનતા માટે વિનામૂલ્યે દાંત, પેઢા તથા જડબાના તમામ રોગોની તપાસ તથા જરૃરિયાતમંદ દર્દીઓ માટે બત્રીસી (ચોકઠા) બનાવી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

શહેરના નામાંકિત ડેન્ટલ સર્જન ડો.ભૂષણ કાલરીયા, ડો.રોનક મણિયાર, ડો.હર્ષ પીપળીયા, ડો.મીલી ભટ્ટ, ડો.ધરા ધોળકિયા, ડો.કૈરવી જીવરાજાની વગેરે નિયમિત સેવા આપી રહ્યા છે. કેમ્પઃ રવિવાર તા.૨૨ (સમય- સવારે ૯ થી ૧૨), સોમવાર, મંગળવાર તા.૨૩, ૨૪ (સમય સવારે ૯ થી સાંજે ૭), કેમ્પનું સ્થળ- રોટરી લલિતાલય હોસ્પિટલ, ૬- ગીત ગુર્જરી સોસાયટી, પેટ્રીયા સ્યુટસ હોટેલની સામેનો રોડ, એરપોર્ટ રોડ, રાજકોટ. મો.૯૪૦૯૩ ૩૦૦૩૪/ મો.૯૪૦૯૩ ૩૦૦૩૫.

તસ્વીરમાં બાનુબેન ધકાણ, વિજયભાઈ નાગ્રેચા અને શૈલેષભાઈ દેસાઈ નજરે પડે છે

(3:50 pm IST)