Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

પંચાયતના ૩પ કર્મચારીઓને ટી.ડી.ઓ કક્ષાએ બઢતી

રાજકોટ જિલ્લા પંચાયતના બેડીયાવદરા, પરમાર, રાદડિયા, શિરોયાનો સમાવેશ : વિસાવદર, મોરબી, બોટાદ, દ્વારકા, અમરેલી, જામનગરમાં નવી નિમણુક

રાજકોટ તા. ર૧ :.. રાજય સરકારના પંચાયત વિભાગ દ્વારા વિસ્‍તરણ અધિકારી કક્ષાના વર્ગ-૩ ના ૩પ કર્મચારીઓને તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ વર્ગ-ર માં બઢતી સાથે નવી નિમણુક આપી છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાંથી બઢતી મેળવનારા નવીનચંદ્ર બેડીયાવદરાને દ્વારકા, ગૌરવ પરમારને દ્વારકા, તુષાર રાદડિયાને બોટાદ, મહેશ સિરોયાને બગસરા, મોરબીના જયદીપ બલદાણિયાને સુરેન્‍દ્રનગર, ગૌતમ ભીમાણીને જુનાગઢ, અમરેલીના ભાયાભાઇ નંદાણીયાને વિસાવદર, દ્વારકાના પી. એસ. ડાંગરને મોરબી, રાજકોટના ગીતાબેન  શિરોયાને સુરેન્‍દ્રનગર પંચાયતમાં  નિમણુંક આપવામાં આવી છે.

(3:49 pm IST)