Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

તારા પિતાને કહે ફર્નિચરનો ખર્ચો આપે... પરિણિતાને પતિ-સાસુ અને દિયરનો ત્રાસ

મીલપરાની રાધીકાબેન મેવાડાની અમદાવાદ સ્‍થિત સાસરિયા વિરૂધ્‍ધ રાવ

રાજકોટ તા. ર૧ : ગુંદાવાડી મેઇન રોડ પર મીલપરા શેરી નં.૧માં માવતરના સાથે રહેતી પરિણીતાને અમદાવાદમાં રહેતા પતિ, સાસુ અને દીયર તારા પિતાને ફોન કર કે નવો ફલેટનો ખર્ચો આપે અને ફર્નિચરનો ખર્ચો આપે તોજ તેને ફલેટમાં રહેવા દેશું' મેણાટોણા મારી વધુ કરીયાવરની વધુ કરીયાવરની માંગણી કરી ત્રાસ આપતા મહિલા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છ.ે

મળતી વિગત મુજબ મિલપરા મેઇન રોડ પર શેરી નં. ૧માં રહેતા રાધીકાબેન કૃણાલભાઇ મેવાડા (ઉ.૩ર) એ મહિલા પોલીસ મથકમાં અમદાવાદ શુકન ગ્‍લોરીની સામે  ધરતી સાકેટ હાઇટ્‍સ ડી-૬૦૩ માં રહેતા પતિ કૃણાલ ગીરીશભાઇ મેવાડ, સાસુ નિલમબેન મેવાડા અને દિય ધ્રુમીલ મેવાડા સામે ફરીયાદ નોંધાવી છે રાધિકાબેને ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે છેલ્લા અગીયાર મહિનાથી રાજકોટમાં માતા-પિતા સાથે રહે છે. પોતે એમ.સી.એ. સુધીનો અભ્‍યાસ કરેલ છે. પોતાના ત્રણ વર્ષ પહેલા અમદાવાદમાં રહેતા કૃણાલ ગીરીશભાઇ મેવાડા સાથે લગ્ન થયા હતા લગ્નબાદ પોતે પતિ, સાસુ અને દીયર સાથે અમદાવાદમાં સંયુકત પરિવાર સાથે રહેતા હતા લગ્ન બાદ પોતાનો ઘરસંસાર આશરે એકાદ માસ સારી રીતે ચાલ્‍યો હતો. બાદ પતિએ નવો ફલેટ ખરીદ કરેલ હોઇ તો પતિ, સાસુ કહેવા લાગેલ કે, ‘આપણે નવો ફલેટ લીધો છેતો તારા પિતાને ફોન કર અને કે નવો ફલેટનો ખર્ચો કોણ આપશે જો તારે આ નવા ફલેટમાં રહેવુ હોય તો તારા પિતાને કે નવા ફલેટનું તમામ ફર્નિચરનો ખર્ચો આપે તો જ તને એ ફલેટમાં રહેવા દેશું' તેમ કહી દહેજની માંગણી કરી પોતાની સાથે ઝઘડો કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. પતિ અને સાસુ કહેતા કે તારા પિતાએ તને કાંઇ દહેજમાં આપ્‍યુ નથી તુ ગરીબ મા-બાપની દીકરી છે અમારા દીકરાને તો સારા-સારા માંગા આવતા હતા. તારા માતા-પિતા સારો કરીયાવર આપશે તેવી અપેક્ષા હતી તેમ કહી મેણાટોણા મારતા હતા પોતે પ્રાઇવે નોકરી કરતા તો તેનો પગાર પણ પતિ પર્સ ચેક કરી' ‘તારે પૈસાને શું કરવા છે' કહેતો અને કહેતો કે તુ ગમતી નથી મારા મા-બાપે મને તારી સાથે પરાણે લગ્ન કરાવેલ છે તેમજ સાસુ પોતાના બેડરૂમનો દરવાજો પણ બંધ કરવા દેતા નહી અને કહેતા કે તમારા રૂમનો દરવાજો ખુલ્લો જ રાખવાનો બાદ પોતે કપડા બદલાવવા માટે પડદો બંધ કરે તો પણ સાસુ બોલાચાલી કરી પડદો બંધ કરવાની ના પાડતા બાદ દીયર કહેતો કે' ‘હું તમારા પરિવારના સભ્‍યોથી બીતો નથી ત અત્‍યારે મારા ઘરમંથી નીકળીજા' તેમ કહી અવાર-નવાર ઘરમાંથી બહાર કાઢવાના પ્રયત્‍નો કરતા હતા આથી આ ત્રાસથી કંટાળી પોતે રાજકોટ માવતરે આવ્‍યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ પુ.આર. વિંજુડાએ તપાસ આદરી છે.

 

(3:48 pm IST)