Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ભગવાન શ્રી દ્વારકાધીશના પેઈન્‍ટીંગના પ્રદર્શનનું પ્રદિપ ડવના હસ્‍તે ઉદ્‌ઘાટન

આર.બી.એ.ના પ્રમુખ પરેશભાઈ ગજેરા, બી.સી.આઈ.ના મેમ્‍બર દીલીપભાઈ પટેલ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, બાન લેબ્‍સના મૌલેશભાઈ ઉકાણી, ઈન્‍ટીરીયર ડીઝાઈનર વીરલ સીલ્‍હર, મીત બીલ્‍ડર્સના ભરતભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિ

રાજકોટ,તા.૨૧: દેશમાં સૌપ્રથમ વખત રાજકોટમાં શ્‍યામાપ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજા મહારાજાધીરાજ શ્રી દ્વારકાધીશના ૫૧ અલૌકિક સ્‍વરૂપો અને શ્રૃંગારોના પેઈન્‍ટીંગનું પ્રદર્શનનો દ્વારકાધીશ મંદીરમાં પુજારીની વિશેષ ઉપસ્‍થિતીમાં રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવના હસ્‍તે દીપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્રના આર્થિક પાટનગર રાજકોટના રહેવાસી બિન્‍દુબેન રાયચુરા દ્વારા વર્ષોથી અથાગ મહેનતથી બનાવેલ ભગવાન શ્રી દ્વારીકાધીશજીના ૫૧ સ્‍વરૂપોના પેઈન્‍ટીંગનું એકઝીબીશન આજે તા.૨૧ શનિવાર તથા આવતીકાલે તા.૨૨ રવિવારના રોજ રેસકોર્ષ શ્‍યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે રાખવામાં આવેલ છે. ઉદ્‌ઘાટન પ્રસંગે શ્રી દ્વારકાધીશના અન્‍નકોટની પ્રસાદી અને ઉપરણા ઓઢાડી પરંપરાગત રીતે પ્રારંભ કરવામાં આવ્‍યો.

બિન્‍દુબેને પોતાની કલ્‍પનાને જ પ્રેરણાષાોત બનાવી સફરની શરૂઆત કરેલ, કલાકારના શબ્‍દોમાં કહીએ તો ભગવાન દ્વારકાધીશે જ તેમનો હાથ પકડીને આ સુંદર કાર્યની સફરની સાથે જ રહ્યા હોય તેવું લાગે છે. દેવનગરી દ્વારિકા શ્રી કૃષ્‍ણ ભગવાનના ચાર ધામ પૈકીની એક નગરી છે અને તે ભકતોના હૃદયમાં વિશેષ સ્‍થાન ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્‍ણનું દ્વારિકા સ્‍થિત સ્‍વરૂપ રાજાધિરાજ તરીકે ઓળખાય છે. આ મંદિરમાં સેવા અને શ્રૃંગાર આજે પણ આદિકાળ પ્રમાણે કરવામાં આવે છે. રાજાધીરાજના વિવિધ રૂપ અને શ્રૃંગારથી પ્રેરિત થઈને બિન્‍દુબેન રાયચુરાએ દ્વારકાધીશના ૫૧ ઓઈલ ચિત્રો સહીત ૧૦૦થી વધારે ચિત્રો અને તે પણ અલગ- અલગ પ્રકારે તૈયાર કરવાનો પડકારરૂપ પ્રયાસ કર્યો છે. બિન્‍દુબેને બનાવેલ છે તેવી પ્રકારના કોઈ પેઈન્‍ટીંગ કયાંય પણ ઉપલબ્‍ધ નથી કારણ કે ભગવાનના દર્શન કરી દર્શનના સ્‍વરૂપને સ્‍મરણ શકિતમાં અંકિત કરી બનાવવામાં આવેલ પેઈન્‍ટીંગ નૈસર્ગિક હોવાથી આબેહુબ શ્રી કૃષ્‍ણની પ્રતિતી કરાવે તેવા છે.

બિન્‍દુબેન અમેરીકા, ઓસ્‍ટ્રેલીયા, લંડન, દુબઈ, આફ્રિકા સહિતના દેશોમાં પેઈન્‍ટીંગના તથા કેલિગ્રાફીના કોચીંગ આપે છે અને પોતાના સાડાત્રણ દાયકાના પેઈન્‍ટીંગના અનુભવ બાદ સૌપ્રથમ વખતે તેઓ ‘આર્ટ બાય બિન્‍દુ'નામથી એકઝીબીશન કરવા જઈ રહ્યા છે.

આ પ્રદર્શનનું દ્વારકાધીશ મંદિરના પુજારી મહેશ્વરભાઈની ઉપસ્‍થિતીમાં ઉદ્‌ઘાટન રાજકોટના લોકલાડીલા મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના શ્રી દીલીપભાઈ પટેલ, રાજકોટ બીલ્‍ડર એસોસીએશનના શ્રી પરેશભાઈ ગજેરા, રાજકોટના લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, બાન લેબ્‍સના શ્રી મૌલેશભાઈ ઉકાણી,  અગ્રણી ઈન્‍ટીરીયર ડીઝાઈનર શ્રી વીરલ સીલ્‍હર, મીત બીલ્‍ડર્સના ભરતભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટય કરી જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. રાજાધીરાજ શ્રી દ્વારકાધીશ ભગવાનના ૫૧ પેઈન્‍ટીંગ સિવાય અલગ- અલગ અન્‍ય ૧૦૦થી વધારે કલાકૃતિઓ પણ દર્શાવવામાં આવેલ છે.

કલાપ્રેમી રાજકોટવાસીઓને આજે તા.૨૧ તથા કાલે તા.૨૨ના રેસકોર્ષ શ્‍યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે રાજાધીરાજ શ્રી દ્વારકાધીશ ભગવાનના અલૌકિક સ્‍વરૂપોના પેઈન્‍ટીંગ જોવાનો લ્‍હાવો લેવા બિન્‍દુબેને તેમની યાદીમાં જણાવેલ છે.

(3:44 pm IST)