Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

સેબી દ્વારા સખી મંડળની બહેનો માટે વર્કશોપ

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેકટ શાખા દ્વારા પંડિત દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનો મુખ્ય હેતુશહેરી ગરીબ કુટુંબોને સ્વરોજગાર અને કૌશલ્યપૂર્ણ તાલીમ ઉપરાંત વેતન રોજગારની તકો તકો મળી રહે અનેતેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકેતથાશહેરમાં ફેરીયાઓને યોગ્ય જગ્યા, સંસ્થાગત ધિરાણ, સામાજિક સુરક્ષા, અને કૌશલો સુલભ બનાવવાનું છે.જેના ભાગરૃપે મહાનગરપાલિકા અને સેબીના સહયોગથી સ્વ-સહાય જુથ-લ્ણ્ઞ્ની બહેનોને નાણાકીય શિક્ષણ અંગે વોર્ડ નં.૦૧ રૈયાગામ ખાતે આવેલ ૨૫ ચોરસ મીટર પ્લોટ આંગણવાડીમાં વર્કશોપ યોજવામાં આવેલ હતો.  આ વર્કશોપમાં ૫૦ જેટલી બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં બહેનોને લગતી સરકારશ્રીની વિવિધ યોજનાઓ તથા રોજગારી સંબધીત માહીતી ઉપરાંત બહેનો દ્વારા કાર્યરત સ્વ-સહાય જુથ-લ્ણ્ઞ્નાં રજીસ્ટરો અને બેંકનાં વ્યવહારથી માહિતગાર કરવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ શાખાના પ્રોજેકટ ઓફિસર કાશ્મિર.ડી.વાઢેરના માર્ગદર્શન હેઠળ કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર દિપ્તીબેન આગરીયા, નયનાબેન કાથડ તથા લ્પ્ત્ઝ્ર મેનેજર એસ.કે.બથવાર અને ફશ્ન્પ્ સમાજ સંગઠકોએ જહેમત ઉઠાવેલ હતી.

(3:43 pm IST)