Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

અબુધાબીમાં નિર્મિત BAPS મંદિરમાં ઇંટ પૂજનનો લ્‍હાવો લેતા મિલન કોઠારી

રાજકોટ : અબુધાબીમાં બની રહેલ બીએપીએસ હિન્‍દુ મંદિરનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. ત્‍યારે તાજેતરમાં યુએસઇના પ્રવાસે ગયેલા જૈન વિઝન સંયોજક મિલન કોઠારીએ આ મંદિરમાં ઇંટ મુકી કાર સેવા કાર્યાની તક ઝડપી લીધી હતી. સ્‍થાનિક આગેવાનો સુનિલભાઇ પારેખ, કિશોરભાઇ મહેતા, કલ્‍પેશભાઇ દોશી, કાનાભાઇ પાંધી, જાણીતા કવિ ભાર્ગવ ઠાકર વગેરે સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. અબુધાબીમાં બની રહેલ આ મંદિર અબુ મુરેખાહ ખાતે ૨૭ એકરમાં ફેલાયેલુ છે. નિર્માણમાં ઇકો-ફ્રેન્‍ડલી અભિગમ રાખવામાં આવ્‍યો છે. પત્‍થરમાંથી ૭ શિખરનું નિર્માણ થશે. કોતરણી અને પ્રાચીન કલા સ્‍થાપત્‍યને પુનર્જીવીત કરવા પ્રયાસ થઇ રહ્યો હોવાનું મિલન કોઠારીએ એક યાદીમાં જણાવેલ છે.

(3:43 pm IST)