Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

નેપાળી ચોકીદારને વિમા કલેઇમની રકમ વ્‍યાજ સાથે ચૂકવવા ગ્રાહક ફોરમનો હુકમ

રાજકોટ તા. ર૧ :.. અત્રે સૌરભ સોસાયટીમાં નેપાળી ચોકીદાર ઓમપ્રકાશ બલબહાદુર સોનીનો સોસાયટીએ વિમો - કોરોના રક્ષક પોલીસી, ઓરીએન્‍ટલ વિમા કાું. માં લીધેલ. શ્રી ઓમપ્રકાશને કોરોનાને લીધે સીવીલ હોસ્‍પિટલમાં દાખલ કરેલ જેમાં તેમણે ૬ દિવસની સારવાર લીધેલ. ઉપરોકત પોલીસીના અનુસંધાને વિમા કંપનીમાં કલેઇમ મુકેલ પરંતુ ૬ મહિના સુધી અમારા પ્રમુખશ્રી એચ. ડી. કેલા, નિવૃત વિમા કંપનીના કર્મચારીઓના અથાગ પ્રયત્‍નો કરેલ પરંતુ વિમા કંપનીએ કોરોનાની બિમારી હળવી હતી. અને હોસ્‍પિટલમાં દાખલ થવાની જરૂરીયાત હતી નહીં તેવા કારણોથી કલેઇમ નામંજૂર કરેલ જેના અનુસંધાને ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરેલ.

આ સામે એડવોકેટ શ્રી ધીરેન વસાવડાએ કોર્ટમાં અત્‍યંત, સચોટ, વાસ્‍તવીક અને દલીલો કરીને વિમા કંપનીની દાનત અને બેજવાબદારીપૂર્વક નિર્ણય લેતા વિમા કંપનીના ઓફીસરોને સમાજની સામે ખુલ્લા કરેલ અને જજશ્રીએ તેમના જજમેન્‍ટમાં રૂા. એક લાખ અને તેના ઉપર ૯ ટકા વ્‍યાજ સાથે જજમેન્‍ટ આપેલ અને વધુમાં કંપનીની દાનત સામે બેજવાબદારીપૂર્વક લીધેલ નિર્ણયના ઓફીસરને દંડ પેટે રૂા. પાંચ હજાર તેમના પગારમાંથી કાપી લેવાનો હુકમ કરેલ હતો. આ કામમાં એડવોકેટ ધીરેન વસાવડા રોકાયા હતાં.

(3:43 pm IST)