Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

કાલે રાજકોટ અને હળવદમાં રકતદાન કેમ્‍પઃ સિવિલના લાભાર્થે આયોજન

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના સહયોગથી તા.૨૩ને સોમવારે, યંગ ઈન્‍ડિયન્‍સ ગ્રુપ દ્વારા સવારે ૯ થી ૫ વાગ્‍યા સુધી, મારવાડી યુનીર્વસીટી, બેડી પાસે, મોરબી રોડ ખાતે તેમજ નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્‍મજયંતી નિમિતે,, ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત (હળવદ) દ્વારા સવારે ૧૦ થી ૨ વાગ્‍યા સુધી, શ્રી રાજોધરજી હાઈસ્‍કૂલ, સરકારી હોસ્‍પિટલ સામે, હળવદ, જી- મોરબી ખાતે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં શ્રી મારવાડી યુનીર્વસીટી અને ચંદારાણા પરીવાર, શ્રી વાઈ.આઈ. (ટાંગ ઈન્‍ડિયન્‍સ) પરીવાર, યુવા ભાજપ મોરચો, શ્રી હળવદ પરીવાર, શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપ, શ્રી વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦) સિવિલ હોસ્‍પિટલ બ્‍લડ બેંકની ટીમ સેવા આપશે.

(4:21 pm IST)