Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

સારસાપુરીમાં કાલથી ત્રણ દિવસ સાર્ધ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ - ધર્મ સંમેલન - સત્‌ કેવલ સમુહલગ્નોત્‍સવ

રાજકોટ તા. ૨૧ : શ્રીમદ્દ કરૂણાસાગર મહારાજશ્રીના પ્રાગટયના ૨૫૧ વર્ષના ઉપલક્ષ્યમાં સાર્ધ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ તથા આચાર્ય અવિચલદાસજી મહારાજના સપ્‍તમ કુવરાચાર્ય ગાદી પર ૫૧ વર્ષ પૂર્ણ થયાના અવસરે તા. ૨૨ થી ૨૫ સુધી સુવર્ણ જયંતિ મહોન્‍સવનું ત્રિદિવસીય આયોજન આણંદ જિલ્લાના સામસાપુરી ધામ ખાતે કરાયુ છે.

આચાર્ય અવિચલદાસજી મહારાજશ્રીની ૫૧ વર્ષની યાત્રા દરમિયાન તેમણે અનેક સેવાકીય પ્રકલ્‍પોનું નિર્માણ ધકરી માનવકલ્‍યાણની અનેક પ્રવૃત્તિઓને પોષણ આપ્‍યુ છે. સારસા તાલુકાના આણંદ જિલ્લામાં સારસાપુરી ધામનું નામ દેશભરમાં તીર્થધામ તરીકે પ્રસિધ્‍ધ થયુ છે. તેમના નેતૃત્‍વમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્‍યક્ષપદ હેઠળ ભારતના સંતોએ અનેક મુદ્દાઓ પર જનજાગૃતિ અભિયાન ચલાવ્‍યુ છે.

ત્રિદિવસીય મહોત્‍સવના પ્રથમ ચરણમાં કાલે તા. ૨૨ ના રવિવારે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નૃત્‍ય નાટીકા રજુ થશે. નગરયાત્રા અને મધ્‍યાહને પ્રાગટય આરતી તથા ૨૫૧ દીવાઓ સાથે સાયંકાલ ઉપાસના તથા આતશબાજી થશે.

તા. ૨૪ ના મંગળવારે સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી પ વિશાળ ધર્મસંમેલન રાખેલ છે. જેમાં દેશભરમાંથી સાધુ સંતો, જિજ્ઞાસુ-મુમુક્ષુજનો ઉપસ્‍થિત રહેશે. મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ સહીતના આગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

જયારે તા. ૨૫ ના બુધવારે સત્‌ કેવલ સમુહલગ્નોત્‍સવ યોજેલ છે. જેમાં ૧૨૫ યુગલો જ્ઞાતિ જાતના ભેદભાવ વગર લગ્નગ્રંથીથી જોડાશે. તેમ મહેશભાઇ મિષાી (મો.૭૯૭૭૮ ૪૬૩૯૧) ની યાદીમાં જણાવાયુ છે.

(3:41 pm IST)