Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

નગરપાલીકાઓને આત્‍મનિર્ભર બનાવવા ભુપેન્‍દ્રભાઈની સરકારનો પ્રજાહિતકારી નિર્ણય

રાજયના કરોડો લોકોને ભાજપ સરકારની વેરા વ્‍યાજ માફી ફી સહિતની ઉદાર યોજનાનો લાભ મળશેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ ગુજરાતના મૃદુ અને મકકમ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજ્‍યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઈ કરવા માટે રાહત આપતા બે મહત્‍વપૂર્ણ નિર્ણય કર્યા છે જે જનહીતલક્ષી નિર્ણયોને આવકારતા રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, રાજ્‍યની કુલ જનસંખ્‍યાના આશરે ૫૦ ટકા નાગરિકો નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ માં વસે છે. ગુજરાતની ગતિશીલ ભાજપ સરકારે  કરોડો લોકોના હિતમાં ઉમદા નિર્ણયો લીધા છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજ્‍યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્‍યવસ્‍થાપન દ્વારા આત્‍મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્‍સાહન મળે તેવા હેતુથી આઝાદી કા અમળત મહોત્‍સવ પ્રોત્‍સાહક વળતર યોજના જાહેર કરેલી છે. આ યોજના અનુસાર જે કરદાતાઓ તેમની મિલ્‍કત ઉપરના તા.૩૧મી માર્ચ-ર૦રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧મી માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્‍યાજ પેન્‍લટી અને વોરંટ ફીની રકમ ૧૦૦ ટકા માફ કરી દેવાશે.

રાજ્‍યની જનતાના લાભાર્થે સદાય કાર્યરત કર્મઠ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ની વેરાની રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્‍સ ભરી દે તેવા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્‍સવ પ્રોત્‍સાહક વળતર યોજના અંતર્ગત ૧૦ ટકા રિબેટ અપાશે. આવી વેરાની એડવાન્‍સ રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં મોબાઇલ એપ્‍લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે એટલે કે ઓનલાઇન એડવાન્‍સ ટેક્ષ ભરનારા નાગરિકોને કુલ મળીને ૧પ ટકા રિબેટ વર્ષ ર૦ર૩-ર૪ના ભરવાપાત્ર વેરાની રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્‍સ ચુકવવા ઉપર મળશે.

(3:40 pm IST)