Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

વિમલ ધામી લીખીત પુસ્તક રત્નાકર પચ્ચીસીનું વિમોચન યોજાયું

શ્રમજીવી કાચના જિનાલય ખાતે પૂ. રસયશાશ્રીજી મ.ની પાવન નિશ્રામાં

રાજકોટ તા. ર૧: શ્રી સિધ્ધચક્ર તપ,ગચ્છ જૈન સંઘ (શ્રમજીવી કાચનું જિનાલય) ના ટ્રષ્ટી જીવદયા પ્રેમી, ધર્માનુરાગી સ્વ. રમેશભાઇ જગજીવન મહેતા તથા સ્વ. અરૃણાબેન રમેશભાઇ મહેતાની પુણ્ય સ્મૃતિ રૃપે જાણીતા લેખક વિમલ ધામી લિખિત પુસ્તક 'રત્નાકર પચ્ચીસી'નો વિમોચન સમારોહ શ્રમજીવી કાચના જિનાલયના ઉપાશ્રયે સાધ્વીજી ભગવંત પૂ. શ્રી રસયશાશ્રીજી મ.ની પાવન નિશ્રામાં યોજાયો હતો. આ પ્રસંગે સંઘના મેનેજીંગ ટ્રસ્ટી કિશોરભાઇ કોરડીયા, વિનુભાઇ મહેતા, શરદભાઇ શેઠ, મહેશભાઇ મહેતા, પ્રકાશભાઇ કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સાધ્વીજી ભગવંત પૂ. શ્રી રસયશાશ્રીજી મહારાજે જણાવ્યું હતું કે 'રત્નાકર પચ્ચીસી'નું પઠન આત્મજાગૃતિ માટે પ્રેરક સમાન છે.

કિશોરભાઇ કોરડીયાએ જણાવ્યું હતું કે સ્વ. રમેશભાઇ તથા સ્વ. અરૃણાબેનની પુણ્ય સ્મૃતિમાં વિમલ ધામી લિખિત પુસ્તક 'રત્નાકર પચ્ચીસી' દરેક માટે પ્રેરણાદાયક બનશે.

લેખક વિમલ ધામીએ 'રત્નાકર પચ્ચીસી' પુસ્તકની રચના પાછળ સ્વ. રમેશભાઇ મહેતાની પ્રેરણા હતી આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમના આશીર્વાદ હંમેશા આપણા પર વરસતા રહેશે.સ્વ. રમેશભાઇ મહેતાના સુપુત્રી પારૃલબેન મહેતા-દફતરી ખાસ આ પ્રસંગે કાનપુરથી આવ્યા હતા અને તેમણે જણાવ્યું કે પિતાની ભાવના આજે સાકાર થઇ તેનો મને આનંદ છે. પિતાએ માત્ર ધાર્મિક ક્ષેત્રે જ નહિ પરંતુ સામાજીક ક્ષેત્રે પણ સુંદર કામગીરી કરી છે.

પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પારૃલબેન મહેતા-દફતરીએ શ્રમજીવી કાચના જિનાલયના ટ્રસ્ટી કિશોરભાઇ કોરડીયાનું તથા લેખક વિમલ ધામીનું મોમેન્ટો આપીને બહુમાન કર્યું હતું.

સંઘના ટ્રસ્ટી મહેશભાઇ મહેતાએ આભાર દર્શન કરેલું હતું. આ પ્રસંગે રાજકોટના વિવિધ જૈન સંઘોમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:39 pm IST)