Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

જસ્ટીસ સ્વામીનાથનને મળતા ધર્મબંધુજી

રાજકોટ : પૂ. સ્વામી ધર્મબંધુજીએ તેમના ડીજીટલ પ્લેટફોર્મ ઉપર જણાવ્યું છે કે, મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસશ્રી જી.આર.સ્વામીનાથનને મળવું અને તેમની સાથે અર્થપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ ચર્ચા કરવી મારા માટે બહુ આનંદની વાત છે. ૧૯૬૮માં તમિલનાડુના તિરૃવટમાં જન્મેલા અને ૧૯૯૧માં તેઓ વકીલ બનેલા. તેમણે પોતાની પ્રેકટીસ પોંડીચેરીમાં શરૃ કરી હતી અને પછી મદુરાઇમાં પ્રેકટીસ કરી, તેઓ બધા પ્રકારના કેસોમાં સફળ રહ્યા હતા. ભારત સરકારની ઘણી સંસ્થાઓ, કેરળની રાજ્ય સરકાર વગેરેમાં સ્ટેન્ડીંગ કાઉન્સીલમાં તેમની નિમણૂંક કરાઇ હતી, અને પોતાની આવડતના કારણે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચમાં એડીશ્નલ સોલીસીટર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે તેમની નિમણૂંક થઇ હતી. આ અનુભવ અને શિખથી તેમને ઘણું જ્ઞાન, આવડત આ ક્ષેત્રમાં મળેલ અને તેના પરિણામ સ્વરૃપ તેઓ ૨૦૧૭માં મદ્રાસ હાઇકોર્ટમાં જજ બન્યા હતા. તેઓ જ્ઞાન અને ડહાપણ ધરાવતા વ્યકિત છે અને હું તેમને ઉત્તમ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું. તેમ ધર્મબંધુજીએ લખ્યું છે.

(3:38 pm IST)