Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ઠંડીનો ચમકારો : શાળાનો સમય સવારે ૮ વાગ્‍યા પછી રાખવાની મુદ્દતમાં સપ્‍તાહનો વધારો

રાજકોટ, તા. ૨૧ : છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્‍તાહે ઠંડીનો આકરો ડોઝ આવતા લોકો ઠુઠવાઈ ગયા હતા અને જનજીવન ઉપર તેની અસર પડી હતી. શાળાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્‍યો હતો.

રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી કૈલાએ જણાવ્‍યુ હતું કે, રાજકોટમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતા શાળાનો સમય સવારે ૮ વાગ્‍યા પછી કરવાનો પરિપત્ર કરેલ. જેની આજે તા.૨૧ના મુદત પૂર્ણ થતી હોય ઠંડી યથાવત હોય શાળાનો સમય સવારે ૮ વાગ્‍યા બાદ શરૂ કરવાની મુદ્દત તા.૨૭ જાન્‍યુઆરી સુધી લંબાવવામાં આવી છે.

(3:32 pm IST)