Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ટાગોર રોડ- ગોંડલ રોડ પર મનપાની ફુડ શાખા ત્રાટકીઃ ૨૦ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ

એક વેપારીને લાઇસન્‍સ મેળવવા સુચનાઃ બાલાજી અને યોગીધારા તેલના નમુના લેવાયા

રાજકોટ, તા.,૨૧: મ્‍યુનિ.કોર્પોરેશનની  ફુડ શાખા દ્વારા શહેરજનોના જન આરોગ્‍ય હિતાર્થે વિવિધ વિસ્‍તારમાં ખાણીપીણીનાં ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે જે અન્‍વયે આજે ટાગોર રોડ, ગોંડલ રોડ પરનાં ૨૦ વપારીને ત્‍યાં ચેકીંગ હાથ ધરી એકને લાઇસન્‍સ મેળવવા સુચના આપવામાં આવી છે. જયારે સંત કબિર રોડ અને જુના માર્કેટ યાર્ડ વિસ્‍તારમાંથી બાલાજી અને યોગી ધારા તેલનો નમુનો લેવામાં આવ્‍યો છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફુડ શાખા દ્વારા વિરાણી ચોક, ટાગોર રોડ, ગોંડલ રોડ તથા ભકિતનગર સ્‍ટેશન વિસ્‍તારમાં  આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ ર૦ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન એક વેપારીને લાઇસન્‍સ મેળવવા બાબતે સુચના આપવામાં આવી હતી.

બે નમુના લેવાયા

ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ ર૦૦૬ હેઠળ (૧) બાલાજી ઓઇલ ડબલ ફીલ્‍ટર્ડ પ્‍યોર ગ્રાઉન્‍ડનટ  ઓઇલ સમય એજન્‍સી, ૩ ગઢીયાનગર સોસાયટી ધરોહર માર્કેટ પાસે સંત કબીર રોડ પરથી તથા (ર) યોગીધારા ડબલ ફીલ્‍ટર્ડ પ્‍યોર ગ્રાઉન્‍ડ નટ ઓઇલ મજીઠીયા ટ્રેડર્સ એસવીપી માર્કેટીંગ યાર્ડ જુનુ  શોપ નં. એચ-ર૮, આરટીઓ પાસે સહીત ર નમુના લેવાયા છે.

(4:21 pm IST)