Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ચુંવાળીયા કોળી સમાજ દ્વારા ફેબ્રુઆરીમાં સમુહલગ્નોત્‍સવ

રાજકોટ,તા. ૨૧ : ચુંવાળીયા કોળી સમાજ અને જય વેલનાથ સમુહલગ્ન સમિતિ દ્વારા તા. ૧૯/૨/૨૦૨૩ના ૨૭માં સમુહલગ્નનું આયોજન કરાયું છે. જોડાવા માટે તા. ૩૧/૧/૨૦૨૩ સુધી ફોર્મ સ્‍વીકારવામાં આવશે. ફોર્મ લેવા માટે તથા ફોર્મ ભરીને પરત આપવા માટે દર બુધવારે અને રવિવારે ચુંવાળીયા કોળી બોર્ડીંગ સાંજે ૫ થી ૭ દરમ્‍યાન સંપર્ક કરવા જય વેલનાથ સમુહલગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઇ બાલોન્‍દ્રા, મહામંત્રી સુભાષ અઘોલા, ખજાનચી -ભરત પંચાસરા (મો. ૯૮૭૯૫ ૪૧૧૦૭)ની યાદીમાં જણાવાયું છે.

(3:29 pm IST)