Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ગીતાબેન સાંચલાને મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત

રાજકોટઃ દર વર્ષે પૂજય મોરારિબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનવામાં આવે છે. જેમાં વર્ષ-૨૦૨૨ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક જિલ્લામાંથી ૧-૧ શ્રેષ્ઠ શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ. જે પૈકી મોરબી જિલ્લામાંથી ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા  શ્રીમતી ગીતાબેન મનસુખલાલ સાંચલાની પસંદગી કરવામાં આવી હતી.

ખાસ આનંદની વાત એ હતી કે મોરબી જિલ્લામાં પ્રથમ વખત મહિલા શિક્ષકની આ એવોર્ડ માટે પસંદગી થઈ હતી. તલગાજરડા મુકામે પૂજ્ય મોરારિબાપુના હસ્તે સાંચલા ગીતાબેન મનસુખલાલ ને ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો.આ એવોર્ડ મેળવી ગીતાબેન સાંચલાએ ટંકારા તાલુકાનું, હરબટીયાળી ગામનું તેમજ દરજી સમાજનું નામ રોશન કર્યું હતું.આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા,મહામંત્રી દિનેશભાઈ હુંબલ,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર,મહામંત્રી વિરમભાઇ દેસાઈ, સીઆરસી કો ઓર્ડીનેટર કૌશિકભાઈ ઢેઢી તેમજ હરબટીયાળી સ્કૂલના આચાર્ય મગનભાઈ ઉજરિયા અને શાળા ના સ્ટાફ ગણ તેમજ  તમામ શિક્ષક ભાઈઓ બહેનો તથા હરબટીયાળી ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણીએ ગીતાબેનને શુભેચ્છા પાઠવી હતી

(3:25 pm IST)