Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

''ધ કિડ્સ લવર ફોટો વાલા''નું ભવ્ય ઉદ્દઘાટન

કાયમ ધમધમતા ઢેબર રોડ સ્થિત સ્ટુડિયોના ફોટોગ્રાફર ફોટોગ્રાફીની દુનિયામાં સતત ત્રણ પેઢીથી કાર્યરત

ધ કિડ્સ લવર ફોટોવાલા સ્ટુડિયો રાજકોટમાં શરૃ થવા જઇ રહ્યો છે. જેનું ભવ્ય ઉદ્દઘાટન તા. રર જાન્યુઆરી, ર૦ર૩ સોમવારના રોજ કરવામાં આવશે.

આ નવા સ્ટુડિયોનો પાયો અને તેનો ઇતિહાસ ઘણો જ રોમાંચક છે. ઉલ્લેખનીય છે કે, આ ફોટોગ્રાફી યાત્રા ત્રણ-ત્રણ પેઢીથી અવિરત ચાલી રહી છે. તો ચાલો, એક નજર કરીએ શ્રી વસંતરાય ચંદુલાલ ઠાકરની કેમેરાની પાંખે ફોટોગ્રાફી યાત્રા પર.

શ્રી વસંતરાય ચંદુલાલ ઠાકર કે જેમણે ફોટોગ્રાફીની દુનિયામાં સખત મહેનત કરીને પોતાનું આગવું નામ બનાવ્યું. તેમનો જન્મ તા. ૧૪ જાન્યુઆરી, ૧૯૩પ ને મકરસંક્રાંતિના શુભ પર્વે મહર્ષિ શ્રી દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિ ટંકારામાં થયો.

ભણવામાં તેઓ સારા પુરવાર ન થયા અને ધો.-૭ સુધી મુંબઇમાં અભ્યાસ કરી નાપાસ થતા તેમના પિતાજીએ દૂરના ભાઇ કે જેઓ સ્ટુડિયો આર. એન. ઓઝા (સિધી) હોમ બી.રોડ (વી.ટી.) મુંબઇમાં ફોટોગ્રાફી સાથે જોડાયેલા છે તેમની પાસે ફોટોગ્રાફી શીખવા મોકલ્યા.

જયાંથી તેમનો સંઘર્ષ શરૃ થયો. શરૃ શરૃમાં સ્ટુડિયોની સાફ સફાઇ જેવા પરચુરણ કામ કરતા. આ ફોટોગ્રાફીની યાત્રામાં પાપા પગલી પણ ખૂબ મહેનત માગી લે તેવી હતી. અહીં સતત બે વર્ષ સખત મહેનત કરી ફોટોગ્રાફી શીખ્યા અને ત્યારબાદ ગીરગાંવમાં.

''સ્ટુડિયો પ્રફુલ્લા''માં વર્ષ ૧૯પ૦ થી ૧૯પપ સુધીના પાંચ વર્ષ નોકરી કરી. ત્યાં બહોળો અનુભવ મેળવ્યો અને ૧૯પ૯ માં ચેમ્બુરમાં પોતાનો સ્વતંત્ર બિઝનેસ કહી શકાય તેવા ''રૃપકલા સ્ટુડિયો''ની સ્થાપના કરી.

જો કે આ યાત્રા અહીં સુધી પૂરતી નહોતી. તેમને તો સૌરાષ્ટ્રને પોતાની કર્મભૂમિ બનાવવી હતી. આથી, ૧૯૬૯ માં તેમણે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના હાર્દસમા ઢેબર ચોક પર પારેખ ચેમ્બર્સમાં ''સ્ટુડિયો રત્નદિપ'' ની સ્થાપના કરી.

હાલ તેમના માર્ગદર્શન હેઠળ આ જ યાત્રામાં જોડાયેલા તેમના પુત્રો શરદભાઇ અને શૈલેષભાઇ આ સ્ટુડિયોમાં કાર્યરત છે. આ બન્ને ભાઇઓએ સ્ટુડિયોને આધુનિક સાધન સામગ્રીથી સજજ કરી કમ્પ્યુટર ડિજિટલ કલર ફોટોગ્રાફી તથા વિડિયો શૂટિંગ ક્ષેત્રે તેમજ પાસપોર્ટ ફોટો ક્ષેત્રે.

સ્ટુડિયોની તેમજ પોતાના ગુરુ સમાન પિતાની આબરૃ વધારી. ત્યારબાદ દાદાની યાત્રામાં પિતાને સહભાગી બનવા ઠાકર ની ત્રીજી પેઢી ફોટોગ્રાફી ક્ષેત્રે ઉત્તમ કામ કરી રહી છે. અને આ ત્રીજી પેઢીની સ્ટુડિયો એટલે ''ધ કિડ્સ લવર ફોટોવાલા સ્ટુડિયો'' અહીં વિવિધ પ્રકારની સર્વિસ ઉપલબ્ધ છે જેવી કે Metromania Photography, Kids Photoshoot + Props, Meternity Shoot + Props, Couple Photoshoot ±Þõ Product Photography આધુનિક ટકનોલોજી વાળા કેમેરાઓથી રાજકોટમાં ધૂમ મચાવવા માટે આવી રહ્યા છે ધ કિડ્સ લવર ફોટોવાલા. રાજકોટના ઢેબર ચોક વન વે પર સંસ્કૃતિ હેન્ડીક્રાફટની બાજુમાં ૪૦પ-સન આર્કેડમાં આવેલ છે ધ કિડ્સ લવર ફોટોવાલા. સ્ટુડિયો રત્નદીપના નામે સતત ત્રીજી પેઢીથી ચાલી રહેલો.

આ સ્ટુડિયો હવે એક નવા સ્વરૃપમાં રાજકોટની જનતા સામે આવી રહ્યો છે. આપ પણ ફોટોગ્રાફી માટે ૯૭ ૧ર૩ ૪પ૬ ૯પ ઉપર સંપર્ક કરી શકો છો.                 

(3:21 pm IST)