Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

શ્રી ખોડલધામ - કાગવડ શ્રી ખોડિયાર માતાજીના દર્શને ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રધાનો

કાગવડ ખોડલધામ ખાતે આજે નરેશભાઇ પટેલની અધ્યક્ષતામાં આયોજીત ધર્મોત્સવમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે રાઘવજીભાઇ પટેલ, મુળુભાઇ બેરા, કુંવરજીભાઇ બાવળિયા, ડો. ભરતભાઇ બોઘરા, ભાનુબેન બાબરીયા, રમેશભાઇ ટીલાળા, રમેશભાઇ ધડુક, ગોવિંદભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર ઃ સંદિપ બગથરીયા)

(12:56 pm IST)