Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસીએશનની મીટીંગ યોજાઇ

શાપર વેરાવળ : પડવલા લોઠડા પીપલાણા  ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન ગ્રામ્‍યના વાર્ષિક ઇન્‍સ્‍પેકશન અનુસંધાને રેન્‍જ આઇ.જી.પી અશોકકુમાર યાદવ દ્વારા શાપર વેરાવળના પડવલાના રોટેક પંપના  બિલ્‍ડીંગના હોલ ખાતે  એશોશીએશનના હોદેદારો તથા ઉધોગપતિની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં આઇ.જી.પી અશોકકુમાર યાદવ રાજકોટ રેન્‍જ તથા રાજકોટ ગ્રામ્‍ય એસ.પી.  જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ કે.જી.ઝાલા તથા શાપર વેરાવળ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એસ એન રાણા શાપર વેરાવળ ઈનડસ્‍ટ્રીઝ એશોશીએશનનાના પ્રમુખ  કિશોરભાઈ, ટીલારા પડવલા   એશોશીએશનના પ્રમુખ  જયંતીભાઈ, વિગેરે શાપર વેરાવળ ઉધોગપતિઓ હાજર રહેલ. આઇ.જી.પી. તથા એસ.પી.એ કહેલ કે પોલીસને સહકાર મળે, કોઇ વિકાસના કાર્યોમાં કે સેવાકીય પ્રવૃતીમા પોલીસની જરૂરત હોય તો જાણ કરવી, પોલીસને લગતા કોઇ પ્રશ્‍નો કે રજુઆત હોય તો કહેવુ તેમજ  કંઇ રજુઆત હોય તો કોન્‍ટેક્‍ટ કરવા યાદીમાં જણાવાયેલ છે.(તસ્‍વીર-અહેવાલ : કમલેશ વસાણી શાપર વેરાવળ)

 

(11:40 am IST)