Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ખાનગીકરણ સામે સરકારી વીજ કંપનીનું અસ્‍તિત્‍વ ટકાવવુ હવે મુખ્‍ય કામગીરી

જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ. શાહ સહિતના નવા હોદેદારો ‘અકિલા'ના આંગણેઃ મોભી કિરીટભાઇ સાથે વિશદ ચર્ચા... : કામના ભારણને પહોંચી વળવા ખાલી જગ્‍યા ભરવા અંગે સરકારમાં રજૂઆત તથા મેનેજમેન્‍ટ-કર્મચારીઓ વચ્‍ચે એક સૂત્રતા જળવાય તે ખાસ ધ્‍યેય : માર્ચ સુધીનો વીજચોરી ઝડપી લેવાનો ટારગેટ ર૧પ કરોડઃ ૧પ૦ કરોડને તંત્ર વટાવી ગયું

જીબીઆના સેક્રેટરી જનરલ તથા નવા હોદેદારો આજે ‘અકિલા’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવી ‘અકિલા’ ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ખાસ ચર્ચાઓ કરી હતી. તસ્વીરમાં ઉપસ્થિત તમામ હોદેદારો તથા  અકિલાના સિનીયર પત્રકાર નીતિન પારેખ નજરે પડે છે. ​

 

રાજકોટ,તા. ૨૧ : જીબીઆ-જીઇબી એન્‍જીનીયર્સ એસો.ની તાજેતરમાં વડોદરા ખાતે ચૂંટણી યોજાઇ હતી.તેમાં બી.એમ.શાહ (સેક્રેટરી જનરલ) સહિતના નવા હોદેદારીની વરણી થઇ હતી. આજે આ આખી ટીમ ‘અકિલા'ના અતિથિ બની ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ લઇ ખાસ ચર્ચા દરમિયાન એસો. અને હોદેદારોનું હવે પછીનું વીઝન, સંદેશ અને લડત સહિતની મુલ્‍ય કામગીરી અંગે વિગતો જણાવી હતી

સેક્રેટરી જનરલ બી.એમ.શાહ તથા અન્‍યોએ જણાવેલ છે, ૨૫ ડીસેમ્‍બર-૨૦૨૨ના રોજ જીઇબી એન્‍જીનીયીર્સ એસોસીએશનના હોદેદારોની નિમણુંકનો કાર્યકાળ પુરો થતા, વડોદરા ખાતે સંપૂર્ણ લોકશાહી પધ્‍ધતિથી ચુંટણીનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઝોનલ સેક્રેટરી અને તેનાથી ઉપરના લેવલની ૬૦ પોસ્‍ટ પર સિલેકશન/ મતદાન થતાં આવનારા ત્રણ વર્ષની ટર્મ ૨૦૨૩ થી ૨૦૨૫ માટે હોદેદારોની નિમણુંક થયેલ હતી.

અત્રે એ નોંધનીય છે કે પીજીવીસીએલનું ગૌરવ સમા કાર્યપાલક ઇજનેર શ્રી બી.એમ.શાહ ફરી એક વાર એટલે કે સતત ચોથી વખત બિનહરીફ સેક્રેટરી જનરલ પદે સર્વાનુમતે વરણી પામેલ છે. જનરલ સેક્રેટરી તરીકે નાયબ ઇજનેરશ્રી એમ.એમ.કડછાની નિમણુંક થયેલ. એડી.જનરલ સેક્રેટરી તરીકે શ્રી એન.જે.તન્‍ના, શ્રી કે.એસ.કાતરીયા અને શ્રી એ.એમ.સોઢીયા નિમાયેલ, ઝોનલ સેક્રેટરી પદે શ્રી વી.આર. યાદવ, આર.આાર. મોડ, કે.એ.ઓઝા, શ્રી જે.આર.મારડીયા, શ્રી એ.કે.મોરડીયા અને શ્રી એમ.એન.મંડોરાની નિમણુંક થયેલ હતી.

નવા નિમાયેલ જીબીઆ હોદેદારોની મુખ્‍ય કામગીરી

  •  ઇલેક્‍ટ્રોનીક એકટ સુધારા અન્‍વયે પ્રાઇવેટરાઇઝેશન સામે સરકારી વિજ કંપનીનું અસ્‍તિત્‍વ ટકાવવું.
  •  ગુજરાતની વિજ કંપનીઓની દરેક ક્ષેત્રે ઉચ્‍ચ કાર્યદક્ષતા જાળવી વીજ ગ્રાહકોને ઉત્‍કૃષ્‍ટ સેવા પુરી પાડવા પ્રયત્‍નશીલ રહેવું.
  • મેનેજમેન્‍ટ અને કર્મચારીઓ વચ્‍ચે એક સુત્રતા જાળવી ઇજનેરોના પ્રશ્‍નોનું નિરાકરણ લાવવું. તથા કર્મચારીઓમાં ઉત્‍સાહનું વાતાવરણ ઉભુ કરવું.
  •  કામના ભારણને પહોંચી વળવા ખાલી જગ્‍યા ભરવાની પ્રક્રિયા સમયસર થાય તે જાળવવું તથા નવીન જગ્‍યા માટે મેનેજમેન્‍ટ તથા સરકારમાં રજુઆત કરવી.
  •  પેટા વિભાગ તથા વિભાગીય કચેરીના વિભાજન સમયસર થાય તે માટે સતત પ્રયત્‍નશીલ રહેવું.
  •  કર્મચારીઓ અને મેનેજમેન્‍ટ વચ્‍ચે સેતુ બાંધી કર્મચારીઓની અસલામતીની ભાવના દુર કરવી.
  •  ફરજની સાથે સાથે સામાજીક સેવાઓના કાર્યો હાથ ધરવા.

આજે મુલાકાત સમયે યુનિયના અન્‍ય હોદેદારો, અગ્રણીઓ સર્વેની જે.યુ.ભટ્ટ, જે.એસ.અમૃતીયા, જી.એચ.પટેલ, પી.પી.ભારદ્વાજ, જે.વી.હાંસલીયા, એન.અમ.ભવાની, એસ.જી.સોજીત્રા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:23 pm IST)