Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોબાઇલમાં આઇ.ડી.બનાવી તીનપતીનો જુગાર રમતો યશ સંઘરાજકા પકડાયો

ક્રાઇમ બ્રાંચે યુનિવર્સિટી રોડ પર ગાર્ડન પાસેથી દબોચ્યો

રાજકોટ,તા. ૨૧ : શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા નોક આઉટ સ્નુકર ગ્રીનફલ્ડ ગાર્ડન સામે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી મોબાઇલમાં આઇ.ડી.બનાવી જુગાર રમતા શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર આવેલ નોક આઉટ સ્નુકર ગ્રીનફલડ ગાર્ડન સામે એક શખ્સ મોબાઇલ ફોનમાં જુગાર રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ રાજદીપસિંહ અને કોન્સ. શકિતસિંહને બાતમી મળતા ગાર્ડન પાસે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ.ડી.બનાવી તીનપતીનો જુગાર રમતા યશ મહેશભાઇ સંઘરાજકા (ઉવ.૨૫) (રહે. બોમ્બે હાઉસીંગ સોસાયટી યુનિવર્સિટી રોડ)ને પકડી લઇ રૂ. ૫,૧૦૦ ની રોકડ તથા મોબાઇલ મળી રૂ. ૪૧,૦૦૦ની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ રાજદીપસિંહ, જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ, મહેશભાઇ, જયદીપસિંહ, શકિતસિંહ તથા કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:49 pm IST)