Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રેલ્‍વે તંત્રની લોકોને ટ્રેક પર લગાવેલા હાઈ વોલ્‍ટેજ ઈલેક્‍ટ્રીક વાયરથી સાવચેત રહેવા અને ટ્રેનની છત પર મુસાફરી ન કરવાની અપીલ

રાજકોટ, તા. ર૧ : રેલવે તંત્ર દ્વારા લોકોને જાણ કરવામાં આવે છે કે સમગ્ર રાજકોટ ડિવિઝનમાં ઓવરહેડ વોલ્‍ટેજ ઈલેક્‍ટ્રીક વાયર દ્વારા ૨૫૦૦૦ વોલ્‍ટ પર રેલ્‍વે ટ્રેકનું વિદ્યુતીકરણ કરવામાં આવી રહ્યું છે. રેલ્‍વે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ રેલ્‍વે ટ્રેક પરના હાઈ વોલ્‍ટેજ વીજ વાયર અને તેના ફીટીંગથી દૂર રહે, નહીંતર માનવ જીવનને નુકસાન થઈ શકે છે. આ વાયરોને વાંસની લાકડીઓ અથવા ધાતુની લાકડીઓ વગેરેથી સ્‍પર્શશો નહીં અને તેના પર પાણી છોડશો નહીં. રેલવે પાટા પર ના વિજ વાયર માં ૨૫૦૦૦ વોલ્‍ટનો કરંટ પાવર પસાર થઈ રહ્યો છે, કળપા કરીને ટ્રેનની છત પર મુસાફરી કરશો નહીં. આમ કરવું એ સજાપાત્ર ગુનો છે અને તે જીવલેણ બની શકે છે. વિદ્યુતીકરણ ના કામ સાથે સંકળાયેલા રેલવે કર્મચારીઓ ને પણ કામ કરતી વખતે તકેદારી રાખવા બાબત ની સમજણ આપવા માં આવી રહી છે જેથી કરીને તેઓને કામ કરતી વખતે ઇજા ન થાય. સાથે જ મુસાફરોમાં આ અંગે જાગળતિ લાવવા માટે સ્‍ટેશનો પર ઉદ્‌ઘોષણા કરવામાં આવી રહી છે.

 

(3:38 pm IST)