Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સદ્દગુરૂ પરિવાર ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા ઇન્‍દોરમાં વિનામુલ્‍યે નેત્રયજ્ઞ : ફેબ્રુઆરી સુધી ચાલશે

અત્‍યાર સુધીમાં ૪૧૦૦ થી વધુ મોતિયાના સફળ ઓપરેશન

રાજકોટ તા. ૨૧ : શ્રી રણછોડદાસજી મહારાજના પગલે પગલે ચાલી પૂ. ગુરૂદેવે જયાં જયાં પોતાની પાવન ઉપસ્‍થિતિમાં નેત્રયજ્ઞ કરેલ તેવી પવિત્ર ભુમિમાં વિનામુલ્‍યે નેત્ર નિદાન યજ્ઞોનો સંકલ્‍પ આગળ વધારનાર શ્રી સદ્દગુરૂ પરિવાર ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા ૧૫ ડીસેમ્‍બર ૨૦૨૧ થી ૧૫ મી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી ઇન્‍દોર (મધ્‍ય પ્રદેશ) ખાતે મેગા કેમ્‍પનું આયોજન કરાયુ છે.
ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી ચંદુભાઇ રાઠોડની આગેવાની હેઠળ ૨૫ સેવકોની ટીમ ઇન્‍દોર પહોંચી ચુકી છે અને આસપાસના વિસ્‍તારોમાં ફરી વધુને વધુ જરૂરીયાતમંદ દર્દીઓને લાભ અપાવવા પ્રયાસ કરી રહેલ છે. અત્‍યાર સુધીમાં ૪૧૦૦ થી વધુ મોતિયાના ઓપરેશન થઇ ચુકયા છે. દર્દીને કેમ્‍પ સ્‍થળે લઇ આવવા અને મુકી આવવા સાથે રહેવા જમાવાની તેમજ ચોખ્‍ખા ઘીનો શીરો, દુધ જમાડી ગરમ ધાબળા ભેટ આપવામાં આવે છે.
ઇન્‍દોરના ધાર રોડ ખાતે ચોઇથારામ નેત્રાલય ખાતે નિષ્‍ણાંત આઇ સર્જનોના સહયોગથી ચાલી રહેલ આ નેત્રયજ્ઞ માટે સમાજના શ્રેષ્‍ઠીઓ પ્રવિણભાઇ વસાણી, હરીશભાઇ લાખાણી, સુરેશભાઇ ચંદારાણા, રાજુભા કાનાબાર, નીતિનભાઇ રાયચુરા, રમેશભાઇ મહેતા (ઇન્‍દોર), જગદીશભાઇ ગણાત્રા, રમેશભાઇ ઠકકર, યશવંતભાઇ જસાણી, રમેશભાઇ રાચ્‍છ, રાજુભાઇ પોબારૂ, હસુભાઇ ચંદારાણા, મહેન્‍દ્રભાઇ રાજવીર, મિતલભાઇ ખેતાણી, ભોગીભાઇ રાયચુરા, દિનેશભાઇ તન્‍ના, નિલેશભાઇ જોબનપુત્રા, મુકેશભાઇ સચદેનો સહકાર મળી રહ્યો હોવાનું શાંતુભાઇ રૂપારેલીયા અને ધવલભાઇ ખખ્‍ખરની યાદીમાં જણાવાયુ છે.

 

(3:37 pm IST)