Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ગેરકાયદે ડબ્‍બા ટ્રેડીંગના કેસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૧: અત્રે ફરીયાદી ક્રાઇમ બ્રાન્‍ચનાં પી.એસ.આઇ. એ. એસ. સોનારાએ ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનમાં આરોપી આશીફ અનવારભાઇ પરમાર રહે-ધ્રુવનગર-ર, રૈયા રોડ, રાજકોટ વિરૂધ્‍ધ ધી ફોરવર્ડ કોન્‍ટ્રાકટ રેગ્‍યુલેશન એકટની-૧૯પર ની કલમ-ર૦  (સી) ર૧ (સી) (એફ) મુજબ ફરીયાદ નોંધાવેલ. જે કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને છોઠડી મુકેલ છે.
બનાવની વિગત જોઇએ તો તા. ૧૮-૭-ર૦૧૭ના રોજ ડી.સી.બી. પો. સ્‍ટે.નાં પો. કોન્‍સ્‍ટેબલ ઘનશ્‍યામસિંહ તથા રામભાઇ વાંકને બાતમી મળેલ કે સ્‍વામીનારાયણ મંદિર પાછળ, યોગીવંદના મેઇન રોડ ઉપર એક ત્રણ માળ વાળા મકાનના સેલરમાં એક શખ્‍સ ગેરકાયદેસર રીતે ડબ્‍બા ટ્રેડીંગમાં ગોલ્‍ડ તેમજ સીલ્‍વર, ઓઇલ, ગેસ, જીંક, વિગેરે સોદાઓ જુદા જુદા વ્‍યકિતઓ પાસેથી મોબાઇલ ઉપર કરી તેની નોંધ કરી લે-વેચ કરી અને ભાવના વધ-ઘટના તફાવત ઉપર રૂપિયાની લેતી-દેતી ગેરકાયદેસર રીતે કરી આર્થિક ટ્રેડીંગ કરી ડબ્‍બા ટ્રેડીંગ ચલાવે છે જેથી પોલીસે ઉપરોકત સરનામે રેડ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.
ત્‍યારબાદ ઉપરોકત કેસ ચાલી જતાં પંચ સાહેદ બનાવની વિગતોને સમર્થન આપેલ નહીં, બચાવ પક્ષે અમીત એન. જનાણી એડવોકેટે પોતાની દલીલમાં જણાવેલ કે, હાલની ફરીયાદ દાખલ થઇ ત્‍યારે સદરહું કાયદો જ અસ્‍તિત્‍વમાં ન હતો. જેથી રીપીલ થઇ ગયેલા કાયદા હેઠળ આરોપી સામે કોઇ કાર્યવાહી કરી શકાય નહીં. જેથી હાલના આરોપી વિરૂધ્‍ધ રેકર્ડ ઉપરના મૌખીક તેમજ દસ્‍તાવેજી પુરાવા પરથી ફરીયાદ પક્ષ આરોપી વિરૂધ્‍ધ ધી ફોરવર્ડ કોન્‍ટ્રાકટ રેગ્‍યુલેશન એકટની-૧૯પરની કલમ-ર૦ (સી) ર૧ (સી) (એફ) મુજબનો ગુનો પુરવાર કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય આરોપીને નિર્દોષ છોડી મુકવા દલીલ કરેલ હતી.
ઉપરોકત રજુઆતોને ધ્‍યાને લઇ રાજકોટના મહે. જયુડી. મેજી. શ્રીએ આરોપી આશીફ અનવર પરમારને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ હતો. આ કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાષાી અમીત એન. જનાણી, જીતેન્‍દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા.

 

(3:36 pm IST)