Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ દ્વારા વધુ એક માતા પિતા વગરની દિકરીને સાસરે વળાવવા માંડવો રોપાશે

૬ ફેબ્રુઆરીએ મંગલ અવસર : વ્‍હાલુડીને સમૃધ્‍ધ કરીયાવર સાથે અપાશે વિદાય

રાજકોટ તા. ૨૧ : માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વ્‍હાલુડી દીકરીઓના વિવાહની જવાબદારી ‘દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ' દ્વારા સુપેરે નિભાવવામાં આવી રહી છે. અત્‍યાર સુધીમાં ૯૧ દિકરીઓને પરણાવવાનો લ્‍હાવો લીધો છે.
દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના આગેવાનો સર્વશ્રી મુકેશભાઇ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્‍ના, કિરીટભાઇ આદ્રોજાની સંયુકત યાદીમાં જણાવ્‍યા મુજબ હાલ તાજેતરમાં જ ગત ૨૬ ડીસેમ્‍બરના વ્‍હાલુડીના વિવાહ સમારોહ તળે ૨૨ દિકરીઓના જાજરમાન લગ્ન સંપન્‍ન કરવામાં આવ્‍યા.
ત્‍યારે વધુ એક માતા પિતા વગરની સોરઠીયા પ્રજાપતિ સમાજની ગરીબ પરિવારની એક દિકરીને પરણાવવા આગામી તા. ૬ ફેબ્રુઆરીના દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના આંગણે માંડવો રોપાશે. સમૃધ્‍ધ કરીયાવર અને આશીર્વચનો સાથે તેને વિદાય અપાશે.
આ લગ્ન પ્રસંગ ઉકેલવા સંસ્‍થાના વરીષ્‍ઠ ટ્રસ્‍ટીઓ મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, ધીરૂભાઇ રોકડ, વલ્લભભાઇ સતાણી, ડો. નિદત બારોટ, હસુભાઇ રાચ્‍છનું માર્ગદર્શન મળી રહ્ય ુછે. સમગ્ર આયોજન માટે સંસ્‍થાના વસંતભાઇ ગાદેશા, હરેશભાઇ પરસાણા, પ્રજ્ઞેશભાઇ પટેલ, ઉપેનભાઇ મોદી, સુનીલ મહેતા, પ્રવિણ હાપલીયા, હરદેવસિંહ જાડેજા, કિરીટભાઇ પટેલ, જયેશભાઇ સોરઠીયા, અશ્વિનભાઇ પટેલ, દીપકભાઇ જલુ, ગૌરાંગ ઠકકર, ધર્મેશ જીવાણી, રાકેશ ભાલાળા, હરેન મહેતા, ડો. શૈલેષ જાની, ઘનશ્‍યામભાઇ રાચ્‍છ સહીત કોર ટીમના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:36 pm IST)