Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મુખ્‍ય સચિવ પંકજકુમાર રાજકોટમાં : બપોર બાદ ત્રણ જિલ્લા સાથે કોવીડ અંગે સમીક્ષા

કલેકટર કચેરીમાં કલેકટર - ડીડીઓ - મ્‍યુ. કમિશનર - ડોકટરો સાથે રિવ્‍યૂ

રાજકોટ તા. ૨૧ : રાજ્‍યના મુખ્‍ય સચિવ શ્રી પંકજકુમાર બપોર બાદ રાજકોટ આવી રહ્યા છે, હાલ સવારે સોમનાથ ખાતે વડાપ્રધાનના વર્ચ્‍યુઅલ કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ સોમનાથથી સીધા તેઓ રાજકોટ સરકીટ હાઉસ આવી બપોરે ૩ વાગ્‍યાથી રાજકોટ - મોરબી - જામનગરની કોરોનાની સ્‍થિતિ, કેસો, દર્દી, ઓમીક્રોન કેસ, સંજીવની - ધન્‍વંતરી રથ, માસ્‍ક, કર્ફયુની સ્‍થિતિ, હોમ આઇસોલેશન, દવા, વેક્‍સીનેશન, મેડીકલ સહિતની બાબતે કલેકટર - ડીડીઓ - મ્‍યુ.કમિશનર તથા કોર્પોરેશન, સિવિલ, જિલ્લાના આરોગ્‍ય અધિકારીઓ સાથે ખાસ સમીક્ષા કરનાર છે, ખાસ કરીને રાજકોટ સહિત દરેક જિલ્લામાં બેડ, ઓકસીજન વિગેરે બાબતે રિવ્‍યુ લેશે. કલેકટરે તમામ વિગતો માટે ફાઇલો તૈયાર કરી છે.

 

(3:34 pm IST)