Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

અતિથિ ચોકમાં મોબાઇલ ફોનમાં છ આઇડી પર તિનપત્તી રમતાં યુવરાજસિંહ અને વિપુલ પકડાયા

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમનો દરોડોઃ આઇડી અંગે તપાસ

 

રાજકોટ તા. ૨૧: પંચવટી રોડ અતિથિ ચોક નજીક રોડ સાઇડમાં ઉભા રહી મોબાઇલ ફોનમાં આઇડી પર તિનપત્તીનો જૂગાર રમતાં બે શખ્‍સોને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમે પકડી લઇ રૂા. ૨૭૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ અને કોન્‍સ. જયદિપસિંહ બોરાણાની બાતમી પરથી અતિથિ ચોકમાંથી યુવરાજસિંહ લાલુભા જાડેજા (ઉ.૩૫-રહે. લક્ષ્મીનગર-૫, આશાપુરા નિવાસ, ધંધો શેર બજાર, મુળ હરિપર પાળ લોધીકા) તથા વિપુલ હરજીભાઇ રાંક (ઉ.૩૭-રહે. રૂદ્ર લક્ષ્મી પાર્ક-૪, કસ્‍તુરી રેસીડેન્‍સી પાછળ, મુળ પીપર તા. કાલાવડ)ને મોબાઇલ ફોનની આઇડીમાં તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રોકડા રૂા. ૨૬૦૦, ૨૫ હજારના બે મોબાઇલ કબ્‍જે કરાયા હતાં.

યુવરાજસિંહ અને વિપુલ બંને  પોતાના ફોનમાં એક માસ્‍ટર આઇડી અને બીજી પાંચ મળી કુલ ૬ આઇડી રાખી હતી. આ આઇડી કોની પાસેથી લીધી? તેમજ બીજા કોને કોને આઇડી આપી? તેની તપાસ થઇ રહી છે. સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ ચેતનસિંહ ચુડાસમા, જે. પી. નિમાવત, હિતુભા ઝાલા, હેડકોન્‍સ. ભરતસિંહ પરમાર, કોન્‍સ. મહેશભાઇ ચાવડા, શક્‍તિસિંહ ગોહિલ, કુલદિપસિંહ, જયદિપસિંહ સહિતે આ કાર્યવાહી કરી હતી.

(3:26 pm IST)