Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

માર્કેટીંગ યાર્ડ પાસે પુલની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પકડાયા

બી ડીવીઝન પોલીસનો દરોડોઃ ૧૧ હજારની રોકડ કબજે

રાજકોટ તા. ર૧: માર્કેટીંગ યાર્ડ નજીક લોખંડના પુલ પાસે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માર્કેટીંગ યાર્ડ નજીક લોખંડના પુલ પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના કોન્‍સ હેમેન્‍દ્રભાઇ વાઘીયા, પરેશભાઇ સોઢીયા તથા દિવ્‍યરાજસિંહ જાડેજાને બાતમી મળતા લોખંડના પુલ પાસે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ગ્રીનલેન્‍ડ ચોકડી પાછળ શિવનગર શેરી નં. ૩ના શિવરાજ હરેશભાઇ દેગામા, ભગવતીપરા જયપ્રકાશનગર શેરી નં.૧૪/૮માં રહેતા અબ્‍દુલ ઉર્ફે અબુ અલીભાઇ ધસાન, શિવનગર શેરી નં.૩ના સંજય ઉર્ફે વિરમ સીધાભાઇ સાનીયા, આર.ટી.ઓ પાછળ મનહર સોસાયટી શેરી નં. ૬ના રમેશ મંગાભાઇ મેવાડા, સહકાર મેઇન રોડ હસનવાડી શેરી નં. ૪ ના જયંતી દયાશંકરભાઇ જોશી, સંતકબીર રોડ શકિત સોસાયટી શેરી નં. ર ના વનરાજ રણછોડભાઇ મોરી અને ગોંડલ રોડ ખોડીયારનગર અમરશી કાળુભાઇ પાલીયાને પકડી લઇ રૂા. ૧૧,૪૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી ઇન્‍ચાર્જ પી.આઇ. એન. એન. ચુડસામાના માર્ગદર્શન હેઠળ પીએસ.આઇ. બી.બી.કોડીયાતર, એ.એસ. આઇ. સલીમભાઇ માડમ, કોન્‍સ હેમેન્‍દ્રભાઇ, પરેશભાઇ, કિશનભાઇ, વિશ્વજીતસિંહ, મીતેષભાઇ, મહેશભાઇ તથા દિવ્‍યરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી

(3:25 pm IST)