Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પિતાએ ટીવીનો અવાજ ધીમો રાખવાનું કહેતાં ૨૦ વર્ષની સુજાનનો આપઘાત

પિતા ઠપકો આપી નીકળી ગયા બાદ પરત આવ્‍યા ત્‍યારે લટકતી મળીઃ નવલનગરનો બનાવઃ બે ભાઇની એકની એક બહેન હતીઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૧: મવડી રોડ પર નવલનગર-૬માં રહેતી સુજાન રફિકભાઇ ઠાસરીયા (ઉ.વ.૨૦) નામની યુવતિને પિતાએ ટીવીનો અવાજ ધીમો રાખવાનું કહી ઠપકો આપતાં માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લીધી હતી.

જાણવા મળ્‍યા મુજબ નવલનગર-૬માં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં રફિકભાઇ ઠાસરીયા સાંજે બહારથી ઘરે આવ્‍યા ત્‍યારે દિકરી મોટો અવાજ રાખી ટીવી જોતી હોઇ પિતાએ તેને ટીવીનું વોલ્‍યુમ ધીમુ રાખવા કહી ઠપકો આપ્‍યો હતો. એ પછી પોતે ફરીથી બહાર આટો મારવા ગયા હતાં અને સાતેક વાગ્‍યે પરત આવ્‍યા ત્‍યારે દિકરી રૂમમાં દૂપટ્ટો બાંધી લટકતી મળતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલે ખસેડી હતી. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ ગીતાબેન પંડયા અને મનુભાઇએ કાર્યવાહી કરી હતી. સુજાન બે ભાઇની એકની એક નાની બહેન હતી. બનાવ વખતે તેના માતા તથા ભાઇઓ બહાર ગયા હતાં. એકની એક દિકરીના આ પગલાથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(3:25 pm IST)