Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાજકોટની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્‍કર્મ આચરનાર આકાશ સેનમા પકડાયો

યુનિવર્સિટી પોલીસે કલોલના જેઠલજ ગામમાંથી દબોચ્‍યો

રાજકોટ તા. ર૧: શહેરના યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્‍કર્મ આચરનાર શખ્‍સને યુનિવર્સિટી પોલીસે કલોલના જેઠલજ ગામેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વીસેક દિવસ પહેલા આકાશ સેનમા નામનો શખ્‍સ ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પરિવારજનોએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આકાશ સેનમા નામના શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.આઇ. એ. એસ. ચાવડાએ તપાસ હાથ ધરી હતી અને આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમ્‍યાન આ શખ્‍સ કલોલના જેઠલજ ગામે હોવાની હકીકત મળતા પીઆઇ એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. બી. વોરા, હેડ કોન્‍સ. ગિરીરાજસિંહ, હરપાલસિંહ, યુવરાજસિંહ, રાજેશભાઇ મીયાત્રા, હેડ કોન્‍સ. તેજુમબેન, કોન્‍સ. જલ્‍પાબેન, લક્ષ્મણભાઇ, જેન્‍તીગીરી, બળભદ્રસિંહ અને બ્રીજરાજસિંહ સહિતે કલોલના જેઠલજ ગામમા઼થી આરોપી આકાશ ગોવિંદભાઇ સેનમા (ઉ.વ.ર૩) (રહે. જેઠલજગામ) ને પકડી લીધો હતો. તપાસ દરમ્‍યાન તેણે સગીરા સાથે દુષ્‍કર્મ આચર્યું હોવાનું ખુલતા પોલીસે બળાત્‍કાર અને પોકસોની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે.

(3:19 pm IST)