Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

વિજ ચોરીના ગુનામાં પકડાયેલ બાબા પરોઠા હાઉસવાળાને એક વર્ષની સજા અને વિજચોરીની ત્રણ ગણી રકમનો દંડ

દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સજા ફરમાવતી અદાલત

રાજકોટ,તા. ૨૧:  અત્રે પ્રથમ વખતના ગુન્‍હામા રૂા. ૪૯,૦૧પ-૯પ પૈસાની વીજચોરીના કેસમાં જંકશન રોડ ઉપર આવેલ બાબા પરોઠા હાઉસ વાળા લલીતભાઈ લાલચ ચંદભાઈ ખોભનાણીને ૧ર માસ ની સખત કેદની સજા અને રૂા. ૪૯,૦૧પ-૯પ પૈસાનો ત્રણ ગણો દંડ રૂા. ૧,૪૭ ૪૭ ,૦૪૭-૮પ ૦૪૭નો દંડ કરી અદાલતે દંડ ન ભરે તો વધુ ર માસ ની સજાનો સ્‍પે. જજ શ્રી એ. વી. હીરપરાના ચુકાદાથી વીજચોરોમા વીજચોરોમાં ફફડાટ ફલાયેલ છે

ફરીયાદી શ્રી હસમુખભાઈ નાથાભાઈ શંખારવા તથા ચેકીંગ અધિકારી શ્રી કે. જી. પટેલ તથા તેના સ્‍ટાફે કરેલ ચેકીંગના આધારે ફરીયાદ નોંધાવેલી અને વીજચોરી કરતા સ્‍થળ ઉપર પકડાયેલા. ઉપરોકત આરોપી જંકશન રેલ્‍વે સ્‍ટેશન સામે બાબા પરોઠા હાઉસના નામથી ધંધો કરતા હતા. સ્‍થળે વિજકનેકશન ન હતું અને આરોપીએ થાંભલેથી સીધુ લંગર લઈ વીજચોરી કરી વાણીજયમાં આરોપી વપરાશ કરતા પકડાયેલા હતા.

સદરહું ફરીયાદના અનુસંધાને પોલીસે ધરપકડ કરી કોર્ટમાં ચાર્જસીટ રજુ કરેલ હતું. સદરહું કેસ ન્‍યાયમુર્તિ શ્રી. એ. વી. હીરપરાની કોર્ટમાં ચાલવા ઉપર આવતા શ્રી કે. જી. પટેલ તથા તેના સાથી કર્મચારીએ તેઓની જુબાનીમાં આરોપી કઈ રીતે ચોરી કરતા હતા તે તમામ હકિકતો જણાવેલ. જેમાં અદાલતે ફરીયાદીની જુબાની તથા ચેકીંગ અધિકારીની જુબાની તથા તપાસ કરનાર અધિકારી શ્રી આર. બી. બાબરીયા વિ. ની જુબાનીને માનીને તેવુ ઠરાવેલ કે, સદરહું કેસના અનુસંધાને અદાલતે જુબાનીની હકિકતોને ઘ્‍યાને લઈ આરોપી લલીતભાઈ લાલચંદભાઈ ખોભનાણી સામે વીજચોરીનો ગુન્‍હો બનતો હોય અને વીજચોરી ગુન્‍હો સાબીત થયેલ હોય ઈન્‍ડીયન ઈલે. એકટની ર૦૦૩ ની કલમ - ૧૩પ ની જોગવાઈઓ જોતા વીજચોરીની રકમનો ત્રણ ગણો દંડ કરેલ તેમજ એક વર્ષની સખત કેદની સજા કરેલ. તેમજ વિજચોરીની રકમનો ત્રણ ગણો દંડ રૂા. ૧,૪૭,૦૪૭-૮પ પૈસા કરેલો અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સજા કરેલ. સજાની જોગવાઈ ત્રણ વર્ષની છે પરંતુ આરોપી ૩૧ વર્ષની ઉંમર છે પરંતુ ઘરમાં કોઈ કમાનાર ન હોય તે સંજોગોને ઘ્‍યાને રાખી તેમજ કુંટુંબ પરીવાર સાથે રહેતા હોય ત્રણ વર્ષની બદલે આરોપીની ઉંમર તથા સંજોગોને ઘ્‍યાને લઈ માનવીય અભીગમ અપનાવી ૧ વર્ષની સખત કેદની સજા શ્રી એ. વી. હીરપરાએ ફરમાવેલી હતી. આ કામમાં મુળ ફરીયાદી પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્‍ત્રી શ્રી જીતેન્‍દ્ર એમ. મગદાણી રોકાયેલા તેમજ સરકાર પક્ષે અધિક સરકારી વકીલ શ્રી એ. એસ. ગોગીયા રોકાયેલા હતા.

(3:19 pm IST)