Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

૧૮૨ બેઠક જીતવા પેજસમિતિને મજબુત બનાવીશુ : સી. આર. પાટીલ

શહેર ભાજપના તમામ વોર્ડની એક સાથે બેઠક : વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યકરોને સંબોધન

રાજકોટ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શન હેેઠળ સમગ્ર ગુજરાતભરમાં એકસાથે ભારતીય જનતા પાર્ટી  દ્વારા તમામ જિલ્લા મહાનગરોના કુલ પ૭૯ મંડલોની અંદાજીત ૪૦ હજારથી વધુ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી.  તે અંતર્ગત  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના  વિવિધ સ્થળો ઉપર તમામ વોર્ડની અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં વર્ચ્યુઅલ માઘ્યમથી પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલજીએ માર્ગદર્શન આપતા જણાવેલ કે રાજયની ૧૮ર બેઠકો જીતવા પેજસમિતિના શસ્ત્ર અંતર્ગત માર્ગદર્શન પુરૂ પાડયુ હતું તેમજ પેજસમિતિને મજબુત કરવા ચર્ચા કરવામાં આવી હતી, તેમજ કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર ઘ્વારા કરાયેલા વિવિધ વિકાસના કામો, પ્રજાલક્ષી યોજનાઓ જન–જન સુધી કેવી રીતે પહોંચાડવી તેના વિશે પણ ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી. મહાનગર ખાતે વોર્ડ નં.૧ માં ધરમનગરમાં લલીત વાડોલીયાના ઘેર, વોર્ડ નં.ર માં મેયર બંગલા ખાતે, વોર્ડ નં.૩ માં જ્ઞાનદીપ સ્કુલ ખાતે, વોર્ડ ંનં.૪ માં વિવાહ પાર્ટી પ્લોટ, ૮૦ ફુટ રોડ ખાતે, વોર્ડ નં.પમાં સરસ્વતી સ્કુલ ખાતે, વોર્ડ નં.૬માં સાંદિપની સ્કુલ ખાતે, વોર્ડ–૭માં જનતા સોસાયટી ખાતે, વોર્ડ–૮માં વોર્ડ ભાજપ કાર્યાલય, વિદ્યાકુંજ રોડ ખાતે, વોર્ડ–૯ માં તુલસી બાગ ખાતે, વોર્ડ–૧૦માં શ્યામ પાર્ક ખાતે, વોર્ડ–૧૧માં સુથાર સમાજની વાડી ખાતે, વોર્ડ–૧રમાં કારડીયા રાજપુત સમાજની વાડી ખાતે, વોર્ડ–૧૩માં શ્યામ ડાઈનીંગ હોલ, સ્વામી નારાયણ ચોક ખાતે વોર્ડ–૧૪માં સોની સમાજની વાડી ખાતે, વોર્ડ–૧પમાં મોહનભાઈ સરવૈયા હોલ ખાતે, વોર્ડ–૧૬માં કર્મજયોત વિદ્યાલય, દીપ્તીનગર ખાતે, વોર્ડ–૧૭માં નવનીત હોલ ખાતે, વોર્ડ–૧૮માં દેવાયતભાઈ ડાંગરની ઓફીસ ખાતે બેઠક યોજાઈ હતી.  ત્યારે આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ વોર્ડમાં વિવિધ અગ્રણીઓ સર્વેશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,  નિતીન ભારદ્વાજ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડો. પ્રદિપ ડવ, ડો. જૈમનભાઈ ઉપાઘ્યાય, રક્ષાબેન બોળીયા, વિક્રમ પુજારા, રાજુભાઈ બોરીચા, દિલિપ પટેલ, મનુભાઈ વઘાસીયા,  દિનેશ કારીયા, નિતીન ભુત, દિપક પનારા, રમેશ અકબરી, રમેશ પરમાર,  પ્રતાપભાઈ વોરા, પ્રવીણભાઈ મારૂ, રાજુભાઈ માલધારી, પ્રવીણ ઠુંમર, હસુભાઈ ચોવટીયા, જીણાભાઈ ચાવડા, અશ્વીન મોલીયા, શૈલેષ પરસાણા, જીજ્ઞેશ જોષી,  શામજીભાઈ ચાવડા, ગોવિંદભાઈ ફુલવાળા, સહીતનાએ માર્ગદર્શન આપ્યું હતું.

(3:07 pm IST)