Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

'હિટ એન્ડ રન': ફાકી લેવા નીકળેલા રામપર બેટીના યુવાનનું બસની ઠોકરે મોત

૩૫ વર્ષના કાળુ મકવાણાએ સારવાર દરમિયાન દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: કુવાડવાથી આગળ રામપર બેટી ગામે રહેતાં યુવાનનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજ્યું છે.

રામપર બેટી રહેતો કાળુભાઇ રતિભાઇ મકવાણા (ઉ.વ.૩૫) સાંજે રામપર ગામ નજીક રસ્તો ઓળંગી ફાકી લેવા જતો હતો ત્યારે અજાણ્યો બસ ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

એરપોર્ટ પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર કાળુભાઇ ભંગારનો ધંધો કરતો હતો. લગ્ન બાદ છુટાછેડા થઇ ગયા હતાં. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો. પોલીસે ભાગી ગયેલા બસ ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)