Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

‘મિ.ગુજરાત બોડી બિલ્‍ડીંગ' સ્‍પર્ધા માટે રવિવારે રાજકોટમાં સીલેકશન

રાજકોટ તા. ૨૧ : રાજકોટ ડીસ્‍ટ્રીકટ બોડી બિલ્‍ડીંગ એસોસીએશન દ્વારા આગામી તા. ૨૬-૨૭ ના અમદાવાદ ખાતે ‘મિ. ગુજરાત બોડી બિલ્‍ડીંગ કોમ્‍પીટીશન' નું આયોજન કરાયુ છે. આ માટે સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લા અને તાલુકાના બોડી બિલ્‍ડરોનું સીલેકશન તા. ૨૩ ના રવિવારે સવારે ૯ થી ૧ અતિથિ પાર્ટી પ્‍લોટ, કે. કે. વી. હોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાજપૂત કરણી સેના મંડળના આંગણે રાખેલ છે. દરેક ખેલાડીઓએ આધારકાર્ડ, ફોટોગ્રાફ, કોરોના ગાઇડ લાઇન પ્રમાણે બે ડોઝ લીધા હોવાના સર્ટીફીકેટ સાથે સ્‍થળ પર ઉપસ્‍થિત રહેવા જણાવાયુ છે. વધુ માહીતી માટે કરણી સેનાના ચંદુભાઇ પરમાર, રીતેશભાઇ પટેલ મો.૯૮૨૫૭ ૩૬૭૮૯ અને નિલેશભાઇ વાળા મો.૯૯૭૯૩ ૭૯૮૭૫ નો સંપર્ક કરવા ડો. કેતન ત્રિવેદીની યાદીમાં જણાવાયુ છે.

 

(11:43 am IST)