Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

કોરોનાએ રાજકોટને ધ્રુજાવ્યું

સતત ૨ દિ'એ કોરોનાનો આંક ૧ હજારને પાર : બપોર સુધીમાં ૨૨૫ કેસ

ગઇકાલે ૧૨૩૮ દર્દી નોંધાયા : હાલ ૪૭૩૨ દર્દીઓ સારવાર હેઠળ : કુલ આંક ૪૯,૭૪૪ એ પહોંચ્યો

 રાજકોટ તા.૨૦ :  શહેમાં  કોરોનાનો રાફડો ફાટયો છે. સોમવારે એક જ દિવસમાં બે વર્ષનાં સૌથી વધુ  ૧૩૩૬ કેસ નોંધાયા બાદ ગઇકાલે પણ  ૧૨૫૯ કેસ નોંધયા છે.  લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જયારે આજ બપોર સુધીમાં ૨૨૫ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ ૪૭૩૨ દર્દીઓ સારવારમાં છે.

શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોનાનાં જેટ ગતીએ વધવા લાગતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં શરૂ કરાયેલ ૭ ટેસ્ટીંગ બુથ અને તમામ આરોગ્ય કેન્દ્રમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બુથ પર અને આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટીંગ માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં ૧૪ હજાર લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૨૨૫ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૯૭૪૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૪,૪૨૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૪૫૭૮ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૨૫૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨૭.૫૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૬,૧૭,૩૫૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૯,૭૪૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૦૮ ટકા થયો છે. રિકવરી રેટ ૮૯.૩૭ ટકાએ પહોંચ્યો છે.

(3:29 pm IST)