Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

મોરબી રોડ ૮૦ ફૂટ રોડ દેવલોક સોસાયટી પાસે વોકિંગમાં નીકળેલા પ્રકાશ સોલંકીના હાથમાંથી મોબાઈલ ફોનની ચિલઝડપ

નંબર વગરના બાઇક પર આવેલા બે શખ્સને શોધતી બી ડિવિઝન પોલીસ

રાજકોટઃ મોરબી રોડ ૮૦ ફુટ રોડ નિત્યમ વિલા સોસાયટીથી નજીક દેવલોક સોસાયટી તરફ જતા રસ્તા પાસે ચિલઝડપનો બનાવ બન્યો હતો. જેમાં નંબર વગરના બાઇક પર આવેલા બે શખ્સો એક યુવાનના હાથમાંથી મોબાઈલ ફોન ખેંચીને ભાગી ગયા હતાં. 

  આ બનાવમાં બી ડિવિઝન પોલીસે પ્રકાશ વસુભાઈ સોલંકી-માલી (ઉ.વ. ૨૮ ધંધો લાદીકામ મજુરી રહેવાસી- મોરબી રોડ જકાતનાકા પાસે ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે આશાપુરા પાર્કે રાધે શ્યામ ડેરી વાળી શેરી કાનજીભાઈ સોલંકીના મકાનમા ભાડેથી રાજકોટ શહેર મુળ ગામ-ધબડા તા.રાપર જી.કચ્છ)ની ફરિયાદ પરથી નંબર વગરના સ્પ્લેન્ડર મોટર સાઇકલ પર આવેલા બે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. પ્રકાશ ૮૦ ફુટ રોડ નિત્યમ વિલા સોસાયટીથી નજીક દેવલોક સોસાયટી તરફ જતા રસ્તા પર વોકિંગ કરી રહ્યો હતો ત્યારે બને શખ્સ નંબર વગરના સ્પ્લેન્ડરમાં ડબલ સવારીમાં આવ્યા હતા અને પાછળથી પ્રકાશના હાથમાંથી રિઅલમી કંપનીનો આશરે ૮,૦૦૦નો મોબાઇલ ચીલઝડપ કરી ભાગી ગયા હતા.પીએસઆઇ કે.ડી.મારૂએ ગુનો નોંધી તપાસ આદરી છે.

(10:55 am IST)