Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

મનપાને મિલકત વેરાની ૨૧૨ કરોડની તોતીંગ આવક

૩.૧૧ લાખ કરદાતાઓએ તંત્રની તિજોરીમાં વેરો ઠાલવ્‍યો ચાલુ નાણાકીય વર્ષમાં ૧૫૧૩૪ નવી મિલકતનો નવી આકારણી, ૧૧૩૧૬ મિલકતોના નામ ટ્રાન્‍સફર તથા ૪૮૩૮ મિલકતોમાં હેતુફેર કરાયા

રાજકોટ તા. ૧૯ : મ્‍યુનિ. કોર્પોરેશનની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ૩૫૦ કરોડના લક્ષ્યાંક સામે ૩.૧૧ લાખ કરદાતાએ ૨૧૨ કરોડનો મિલકત વેરો ઠાલવી તિજોરી છલોછલ ભરી દીધી છે.

આ અંગે મનપાના વેરા શાખાના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તંત્રની તિજોરીમાં ૩.૧૧ લાખ કરદાતાઓએ ૨૧૨ કરોડની મિલકતની આવક થવા પામી છે. જેમાં સેન્‍ટ્રલ ઝોનમાં ૧.૬ લાખ કરદાતાએ ૬૮.૫૩ કરોડ, ઇસ્‍ટ ઝોન એટલે કે સામાકાંઠા વિસ્‍તારમાં ૬૫ હજાર કરદાતાઓએ ૪૭.૬૨ કરોડ તથા વેસ્‍ટ ઝોન એટલે કે ન્‍યુ રાજકોટ ૧.૩૯ લાખ વિસ્‍તારવાસીઓએ ૯૬.૫૨ કરોડનો વેરો ભર્યો છે.

જ્‍યારે ૧ એપ્રિલથી આજ દિન સુધીમાં ૧૫,૧૩૪ મિલકતોની નવી આકરણી થઇ છે. જ્‍યારે ૧૧૩૧૬ મિલકતોના નામ ટ્રાન્‍સફરની અરજીઓ આવી હતી. ૪૮૩૮ મિલકતોનો હેતુફેર કરવામાં આવ્‍યો છે.  મનપા દ્વારા ૧ ઓકટોબરથી બાકી મિલકત વેરા ઉપર ૧૮% વ્‍યાજ ચડવા લાગ્‍યું છે. જો કે એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનારને ૧૦ થી ૧૫ ટકા ડિસ્‍કાઉન્‍ટનો લાભ લઇ અનેક કરદાતાઓએ વ્‍યાજ લાગુ થાય તે પહેલા જ મિલકત વેરો ભરપાઇ કર્યો છે. પરિણામે મનપાને ૨૦૧ કરોડ જેટલી તોતીંગ આવક થવા પામી છે.

(3:09 pm IST)