Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ઓપન સૌરાષ્ટ્ર ડેડલીફટ ચેમ્પિયન્સશીપ

નિધિ સ્કૂલ- રાજકોટ અને પાવર લીટીંગ એસોસીએશનના સંયુકત ઉપક્રમે 'ઓપન સૌરાષ્ટ્ર ડેડલીફટ ચેમ્પિયન્સશીપ' નિધિ સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે મહાનગરપાલિકાના શાસક પક્ષના મુખ્ય દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર નીતિનભાઇ રામાણી, ડો.અલ્પેશ મોરઝરીયા શિક્ષણ સમિતિના સભ્ય કિરીટ ગોહેલ, સમર્પણ હોસ્પિટલના ધર્મેન્દ્રસિંહ વાળા તેમજ પાવર લીટીંગ એસોસીએશન ગુજરાતના ચેરમેન રાજેન્દ્રસિંહ પરામર, સેક્રેટરી પીનાકીન ત્રિવેદી, પ્રેસિડેન્ટ નીલેશ કંસારા, ઉપસ્થિત રહ્યા હતા. બહેનોની ૪૭ કિગ્રા કેટેગરીમાં પ્રથમ સુવા કિંજલ, ૫૨ કિલો કેટેગરીમાં પ્રથમ હેમાંગી કુરબાની, ૬૩ કિગ્રા કેટેટરીમાં વૈશાલી બારોલીયા, ૬૯ કિગ્રા કેટેગરીમાં ગોપી વ્યાસ, ૭૬ કિગ્રા કેટેગરીમાં રુતી પંચાણી તેમજ ૮૪ કિગ્રા કેટેગરીમાં પ્રથમ કમાણી ભૂમિ વિજેતા થયેલ તેમજ ભાઇઓને ૫૯ કિગ્રા કેટેગરીમાં પ્રથમ બાબરીયા વિશાલ, ૬૬ કિગ્રા કેટેગરીમાં કલ્પેશ પાંભર, ૭૪ કિગ્રા કેટેગરીમાં તુષાર પંડયા, ૮૩ કિગ્રા કેટેગરીમાં વઘાસીયા સંકેત, ૯૩ કિગ્રા કેટેગરીમાં અર્જુન સોની, ૧૦૫ કિગ્રા કેટેગરીમાં રોહિત ચાવડા, ૧૨૦ કિગ્રા કેટેગરીમાં જાવેદ બેલીમ તેમજ ૧૨૦+ કિગ્રા કેટેગરીમાં સુનીલ દોંગા વિજેતા જાહેર થયા હતા. આ ચેમ્પિયન્સશીપમાં કુલ ૧૮૩ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. વિજેતા સ્પર્ધકોને મોમેન્ટો તેમજ સર્ટીફીકેટ દ્વારા ઉપસ્થિત મહેમાનોએ સન્માન કરેલ હતું. ભાગ લીધેલ તમામ ર્સ્પધકોને ટી-શર્ટ  તેમજ સર્ટીફીકેટ આપવામાં આવેલ. સ્પર્ધાને સફળ બનાવવા યશપાલસિંહ ચુડાસમા, અસફાક ઘુમરા, મુસ્તાક દલ, જય ચંદ નાની તેમજ હર્ષદ રાઠોડ, હેમાંગ સુરુએ જહેમત ઉઠાવી હતી.

(2:53 pm IST)