Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

કોટેચા ચોકમાં બસની રાહ જોઇ રહેલી છાત્રાને અડપલા કરી છેડતીઃ ગાળો દઇ ખૂનની ધમકી

અનુજ અને તનીકેશ નામના લક્ષ્મીના ઢોળે રહેતાં બે શખ્સ સામે માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૦: કોટેચા ચોકના સીટી બસ સ્ટોપ પર બસની રાહ જોઇને ઉભેલી સગીર વયની છાત્રાની લક્ષ્મીના ઢોળા પર રહેતાં બે છોકરાએ અડપલા કરી છેડતી કરતાં તેને આવું કરવાની ના પાડતાં ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે આ બનવામાં સગીરાની ફરિયાદ પરથી કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે રહેતાં અનુજ મકવાણા અને તનીકેશ વાળા સામે આઇપીસી ૩૫૪ (એ), ૫૦૪, ૫૦૬ (૨) તથા પોકસોની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે સગીરા અભ્યાસ કરે છે. તે ૧૮/૮ના બપોરે સવા બારેક વાગ્યે શાળાએથી છુટીને કોટેચા ચોકમાં બસ સ્ટોપ ખાતે બસની રાહ જોતી ઉભી હતી ત્યારે અનુજ અને તનીકેશે આવી સગીરા સાથે બિભત્સ વાતો ચાલુ કરી હતી. તેણીએ આવુ બોલવાની ના પાડતાં શરીરને હાથ અડાડી અડપલા કર્યા હતાં. સગીરાને પ્રતિકાર કરતાં બંનેએ ગાળો દીધી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બારામાં ગઇકાલે માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં ગુનો દાખલ કરાયો છે. આગળની તપાસ મહિલા પોલીસ મથકના પીઆઇ એસ. આર. પટેલ અને ટીમે હાથ ધરી છે.

(12:51 pm IST)