Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ભાજપ લીગલ અને યુવા સહાયક સેલ દ્વારા બોકસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન

રાજકોટ,તા. ૨૦: રાજકોટના રાત્રી પ્રકાશ બોકસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજનો થઇ રહ્યા છે અને ત્‍યારે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ જેના માર્ગદર્શન હેઠળ ફકત યુવા એડવોકેટો માટે બોક્‍સ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરેલ છે.

આ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ત્રણ દીવસ માટે રમાવવાની છે. અને તારીખઃ ૨૬/૦૪/૨૪થી તારીખ ૨૮/૦૪/૨૪ દરમ્‍યાન શહેરની મધ્‍યમાં આવેલ વિરાણી હાઇસ્‍કુલમાં આ બોકસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન રાખવામાં આવેલ છે અને નોકઆઉટ પધ્‍ધતિથી આ ટુર્નામેન્‍ટ રમાડવામાં આવશે આ ટુર્નામેન્‍ટમાં ખૂબ જ બહોળો પ્રતિસાદ મળેલ છે. આ ટુર્નામેન્‍ટમાં કુલ -૨૨ ટીમોની એન્‍ટ્રી આવેલ છે. આ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં કુલ ૧૬ ટીમોનો સમાવેશ કરવાનો હોય વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવેલ છે.

આ ટુર્નામેન્‍ટના આખરી દિવસે એટલે કે તારીખ ૨૮/૪/૨૪ના રોજ રવિવારે આમંત્રીત ટીમોને રમાડવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજકોટ બાર એસોસીએશનની ટીમ, ભારતીય જનતા પાર્ટીની ટીમ,  પત્રકારોની ટીમ, લીગલ સેલની ટીમ, મહિલાઓની ટીમને પણ બોકસ ક્રિકેટ રમવા માટેનું આમંત્રણ આપવામાં આવનાર છે.

આ બોકસ ક્રિકેટ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે શહેર ભાજપ અધ્‍યક્ષ મુકેશભાઇ દોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના સંયોજક પીયુષભાઇ શાહ, સહકન્‍વીનર કમલેશભાઇ ડોડીયા, તથા કોર કમીટીના સભ્‍યો જયસુખભાઇ બારોટ, શૈલેષભાઇ વ્‍યાસ, રાકેશભાઇ ગોસ્‍વામી, વીરેનભાઇ વ્‍યાસ, વીમલભાઇ ડાંગર, ધર્મેશભાઇ સખીયા, નેહાબેન જોષીના માર્ગદર્શન હેઠળ ભાજપ યુવા લીગલ સહાયક સેલના કન્‍વીનર અભિષેક શુકલ, સહકન્‍વીનર સાગર હપાણી, પાર્થરાજસિંહ ઝાલા, નિશાંત જોષી, કિશન રાજાણી, રવિ ધ્રુવ, હીમાલય મીઠાણી, હીત અવલાણી, મીત સોમૈયા, આનંદ રાધનપુરા, જીતેશ રાઠોડ, ભૂમિકા પટેલ, હેમલ ગોહેલ, ચેતન ચોવટીયા, પ્રતિક વ્‍યાસ, રીતીન  મેંદપરા, કેવલ પુરોહીત, રવિ લાલ, કરણ ગઢવી, રાહુલ મકવાણા, ભાર્ગવ બોડા, મીલન મેનોરા, પ્રદીપ પરમાર, અજયસિંહ ચુડામાસા, પ્રશાંત રૂપારેલીયા, હુશેન હેરજા, અલય ખખ્‍ખર, મૌલીક જોષી, સ્‍મીત પારેખ ભાર્ગવ જોષી, ચાંદની પુજારા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:08 pm IST)