Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

રૂા. પ લાખના ચેક રીટર્ન કેસના આરોપીને એક વર્ષની સજા ફરમાવતી અદાલત

રાજકોટ તા. ર૦: અહિંની અદાલતે નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબના કેસમાં આરોપીને રૂા. પ લાખનો ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા અને વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.

ફરીયાદી મનીષાબેન અમીતભાઇ ગોસ્‍વામીના પતિ અમીતભાઇના જુના મિત્ર દીપેનભાઇ મોહનભાઇ ચૌહાણનાઓને રકમ રૂા. ૧પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પંદર લાખની જરૂરીયાત હોવાથી ફરીયાદી મનીષાબેને આ દીપેનભાઇને કટકે કટકે હાથવગી સગવડતા મુજબ તથા બેંકમાંથી મનીષાબેને લોન લઇને આ દીપેનભાઇને કુલ રકમ રૂા. ૧પ,૦૦,૦૦૦/- આપેલ હતા અને તે પેટે આ દીપેનભાઇએ ફરીયાદી મનીષાબેનને પોતાના ખાતાવાળી બેંકનો રકમ રૂા. પ,૦૦,૦૦૦/- પુરાનો ચેક આપેલ હતોી અને તે ચેક જમા કરાવતાની સાથે જ કલીયર થઇ જશે તેવું પાકું વચન, વિશ્‍વાસ અને ખાત્રી આપેલ હતી.

આરોપી દીપેનભાઇએ આપેલ ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા અપુરતા ભંડોળના કારણે પરત ફરતા આ દીપેનભાઇને ફરીયાદી મનીષાબેને પોતાના વકીલશ્રી ધ્રુવિન એ. છાયા મારફતે લીગલ નોટીસ મોકલેલ જે નોટીસ દીપેનભાઇને મળી ગયા હોવા છતાં તે નોટીસનો કોઇ પ્રત્‍યુત્તર આપેલ નહીં કે ફરીયાદીને તેની લેણી રકમ ન ચુકવતા ફરીયાદીએ પોતાની લેણી રકમ વસુલવા ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ ૧૮૮૧ ની જોગવાઇઓ મુજબ તા. ર૩-૧૧-ર૦ર૧ના રોજ રાજકોટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

સદરહું ફરીયાદમાં આરોપી દીપેઢનભાઇ ચૌહાણને નોટીસની બજવણી થતા આરોપી દીપેનભાઇ અદાલત સમક્ષ હાજર થયેલ અને ત્‍યારબાદ કેસ ચાલી જતા ફરીયાદીના વકીલની રજુઆતો તથા વડી અદાલતના ચુકાદાઓને ધ્‍યાને લઇ કોર્ટે આરોપી દીપેનભાઇ મોહનભાઇ ચૌહાણને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ રપપ(ર) અન્‍વયે તકસીરવાન ઠેરવી ૧ ર્વાની સાદી કેદ તથા ફરીયાદીને વળતર પેટે રકમ રૂા. પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા એક માસની અંદર ચુકવી આપવા અને જો વળતર પેટેની રકમ આરોપી દ્વારા એક માસમાં ચુકવવામાં ન આવે તો વધુ ૩(ત્રણ) માસની સજા ફટકારેલ છે.

આ કામે ફરીયાદી મનીષાબેન અમીતભાઇ ગૌસ્‍વામી વતી એડવોકેટ શ્રી ધ્રુવિન એ. છાયા, શ્રી વીનેશ કે. છાયા, શ્રી સંદીપ એમ. ખેમાણી, શ્રી કમલેશ એન. સાકરીયા તથા શ્રી અનીરૂધ્‍ધભાઇ આર. ધાણેજા રોકાયેલ હતા.

(4:06 pm IST)