Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

શહેરમાં પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ ઝડપાયુ : ૨.૫૦ કીલો જપ્‍ત

મનપાની સોલીડ વેસ્‍ટ શાખાના દરોડા :જાહેરમાં ગંદકી કરતા લોકો પાસેથી ૧૩ હજારનો ચાર્જ વસુલાયો

રાજકોટ તા. ૨૦ : મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ત્રણેય ઝોન વિસ્‍તાર અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૫૯ આસામીઓ પાસેથીᅠ૨.૪૯૦ᅠકી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ.ᅠ૧૩૭૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

સેન્‍ટ્રલ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૬ આસામીઓ પાસેથી ૦.૫૧ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૫૦૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૭ આસામીઓ પાસેથી ૧.૨૩૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૪૫૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.ઈસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૬ આસામીઓ પાસેથી ૦.૭૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.ᅠ૪૨૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.આ કામગીરી મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર - સેનીટેશન ઓફિસરᅠહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર - સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(3:51 pm IST)