Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

હવામાં ઉડયાઃ કેન્યાના હેનરી સેંગે ૪૨ કિ.મી. ૨ કલાકમાં પૂર્ણ કરી

પુરૂષ-મહિલા વિભાગમાં ફુલ મેરેથોનમાં ભારતના ૯ ખેલાડીઓએ મેદાન માર્યુ

રાજકોટ :. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન તથા રાજકોટ શહેર પોલીસના સંયુકત ઉપક્રમે યોજાયેલ મેરેથોનમાં પુરૂષ વિભાગમાં ૪૫ વર્ષથી નીચેની કેટેગરીમાં કેન્યાના હેનરી સેંગ ૨૩ કલાકમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ વર્ષે કુલ મેરેથોનમાં પુરૂષ વિભાગમાં ચોથા ક્રમાંકે ઈન્દ્રજીત યાદવ તથા મહિલા વિભાગમાં ત્રીજા ક્રમાંકે એમ.એસ. સીમાએ પ્રાપ્ત કર્યો છે. બન્ને વિભાગમા કુલ મેરેથોનમાં ભારતના ૯ ખેલાડીઓએ મેદાન માર્યુ છે. કેટેગરી પુરૂષ ૪૫ વર્ષથી નીચે (૧) હેનરી સેંગ - કેન્યા ૨:૨૩:૩૭ મીનીટ - પ્રથમ (૨) ડેવિડ કોચ - કેન્યા - ૨:૨૪:૫૭ મિનીટ - દ્વિતીય (૩) લિનુસ ચુમ્બા - કેન્યા ૨:૨૭:૩૬ મીનીટ - તૃતીય (૪) ઈન્દ્રજીત યાદવ - ભારત - ૨:૩૫:૪૬ - ચતુર્થ... કેટેગરી - પુરૂષ ૪૫ થી ૬૦ વર્ષ (૧) બિકયાંત દૈઉરી - ભારત - ૩:૧:૧૬ - પ્રથમ (૨) રાજેશકુમાર - ભારત ૩:૨૪:૦૬ - દ્વિતીય (૩) યશ વસાવડા - ભારત - ૩:૫૨:૪૭ - તૃતીય.... કેટેગરી પુરૂષ ૬૦ વર્ષથી ઉપર (૧) ડો. અનિલકુમાર - ભારત - ૪:૧૪:૫૭ - પ્રથમ. કેટેગરી - સ્ત્રી - ૪૦ વર્ષથી નીચે... (૧) જેદિયાહ કરૂન્ગા ૨:૪૪:૪૯ - પ્રથમ (૨) ઝીનસવર્ક અન્બુ - ૨:૪૮:૪૯ - દ્વિતીય (૩) એમ.એસ. સીમા - ભારત ૩:૦૯:૩૯ - તૃતીય

(5:06 pm IST)