Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

બુધવારે વરીયાવંશ પ્રજાપતિ સમાજના સમુહલગ્નોત્સ્વ

૧૦ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશેઃ કરીયાવરમાં દિકરીઓને ૧૦૦ થી વધુ વસ્તુઓ અપાશેઃ સંતો-મહંતો આર્શીવચન પાઠવશેઃ દાતાઓનુ સન્માનઃ રકતદાન કેમ્પનું પણ આયોજન

રાજકોટ, તા.૧૯: શહેરમાં વસતા પ્રજાપતિ સમાજના નબળા પરીવારો માટે વરીયાવંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રૃપ દ્વારા દર વર્ષે સમુહ લગ્નનું આયોજન  કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આઠમાં સમુહલગ્નનું આગામી તા.૨૧ના બુધવારે આયોજન કરવામાં આવેલ છે. સાથો સાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે.

 આઠ વર્ષ પુર્વે નવ યુવાનો દ્વારા વરીયાવંશ પ્રજાપતિ  સોશ્યલ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે પ્રથમ સમુહલગ્નનું આયોજન કરતા ૨૧ દિકરીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે વરીયાવંશ પ્રજાપતિ સમાજના આઠમાં સમુહલગ્ન યોજાઇ રહયા છે. ત્યારે આ સમુહલગ્નમાં સમાજની દશ દિકરીઓએ ભાગ લીધો છે. આ તમામ દિકરીઓને ૧૦૦ થી વધુ વસ્તુઓ કરીયાવરમાં ભેટ સ્વરૂપે આપવામાં આવશે . 

 આગામી તા.૨૧ને બુધવારના રોજ અંબીકા ટાઉનશીપ ખાતે આવેલા નવજીવન પાર્ટી પ્લોટ ખાતે આ સમુહલગ્નનું યોજાયેલ છે.

 આ પ્રસંગે સત્તાધારના મહંતશ્રી જીવરાજબાપુ, હળવદ નકલંક ધામના મહંતશ્રી દલસુખમહારાજ તથા રૈયા રોડ પર આવેલા સીતારામ આશ્રમના મહંતશ્રી ગાંડીયાબાપુ ઉપસ્થિત રહી નવ દંપતિઓને આર્શીવચન પાઠવશે. આ સત્તકાર સમારંભ તથા સમ્રગ સમુહલગ્નનું એન્કરીંગ શિક્ષણ સમિતિના પ્રોજેકટ ચેરમેન અરૂણભાઇ ભગવાનજીભાઇ સુરાણી, કિરીટભાઇ સરધારા તથા ધર્મેશભાઇ હરણેશા કરશે. આ વર્ષે પણ બ્લડ ડોનેશનના કેમ્પના પ્રોજેકટ ચેરમેન શૈલેષભાઇ જોટાણીયા તથા વાઇસ ચેરમેન પ્રકાશભાઇ લાઠીયા દ્વારા બ્લડ   ડોનેશન કેમ્પનું આયોજન થયું છે.  આ સમ્રગ સમુહલગ્નને સફળ બનાવવા સમુહલગ્ન પ્રોજેકટ ચેરમેન રમેશભાઇ રાખશીયા ઉપરાંત ટ્રસ્ટી મંડળના પ્રમુખ જેન્તીભાઇ મોરીધરા, મંત્રી પ્રવિણભાઇ સુરાણી, ઉપપ્રમુખ મગનભાઇ વિસપરા, શૈલેષભાઇ ટીંબલીયા, ખજાનચી મહેન્દ્રભાઇ વરીયા, સહમંત્રી અતુલભાઇ સુરાણી, ટ્રસ્ટીઓ રમેશભાઇ લાઠીયા, ચંદુભાઇ વિસાપરા, અરવિંદભાઇ હરણેશા, જેન્તીભાઇ લાઠીયા, વિપુલભાઇ હરણેશા, પ્રફુલભાઇ મારડીયા, મનસુખભાઇ થોરીયા, કમલેશભાઇ નળીયાપરા, મનસુખભાઇ લાઠીયા તથા હિરેનભાઇ મારડીયા જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:53 pm IST)