Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કાઠી ક્ષત્રિય સમાજના બુધવારે રાજકોટમાં સમૂહલગ્ન

શ્રી સૂર્યવંદના કાઠી ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા પ્રથમ વખત આયોજન : દિકરીના ઘરે જેવો પ્રસંગ હોય તે રીતે ઉજવાશે : ૧૧ દિકરીઓ પ્રભુતામાં પાડશે પગલા : કરીયાવરમાં ૧૨૧થી વધુ વસ્તુઓ અપાશે : સંતો-મહંતો, દાતાઓનું સન્માન

રાજકોટ, તા. ૧૯ : કાઠી ક્ષત્રિય સમાજના રાજકોટ શહેરમાં સર્વપ્રથમ વખત સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દિકરીઓને સોના - ચાંદી સહિત ૧૨૧થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. આ તકે દાતાઓનું સન્માન કરવામાં આવશે. દિકરીના ઘરે પ્રસંગ ઉજવાતો હોય તે રીતે જ ઉજવવામાં આવશે.

શ્રી સૂર્યવંદના કાઠી ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ - રાજકોટના આગેવાનોએ જણાવેલ કે તા.૨૧ના બુધવારના રોજ કોઠારીયા મેઈન રોડ, બ્રહ્માણી હોલની આગળ, શુભ રેસ્ટોરન્ટ સામે, તિરૂપતિ સોસાયટીના ગેઈટ પાસે, રાજકોટ ખાતે પ્રથમ સમૂહલગ્નનું આયોજન થયુ છે.

આ સમૂહલગ્નમાં ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગે પૂ.શાંતિદાસ બાપુ (મહંત નવા સુરજદેવળ), પૂ.કિશોરબાપુ (સોનગઢ- લાખાબાપુની જગ્યા), પૂ. વલકુબાપુ (દાનાબાપુની જગ્યા-ચલાળા), પૂ. નિર્મળાબા (વિસામણબાપુની જગ્યા - પાળીયાદ), પૂ. શેરનાથબાપુ (જૂનાગઢ), પૂ.દાદબાપુ (રતાબાપુની જગ્યા- મોલડી), પૂ. ભરતબાપુ (લોમંવધામ - ધજાળા) સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. આ તકે દાતાઓ અને સંતો મહંતોનું સન્માન કરવામાં આવશે.

દિકરીઓને કરીયાવરમાં સોના ચાંદી સહિત ૧૨૧થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. દિકરીના ઘરે જે રીતે પ્રસંગ ઉજવાતો હોય તે રીતે જ આ સમૂહલગ્નમાં ઉજવવામાં આવશે. ભોજન સમારંભ પણ રાખેલ છે.

આયોજનને સફળ બનાવવા શ્રી સૂર્ય વંદના કાઠી ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ- રાજકોટના પ્રમુખ માણસુરભાઈ એભલભાઈ વાળા (મો.૯૮૨૫૩ ૬૦૦૯૫), ઉપપ્રમુખ ભરતભાઈ ગોલણભાઈ માંજરીયા (મો.૯૮૨૪૫ ૬૩૬૦૨), હિતેષભાઈ રણજીતભાઈ કોટીલા, રાવતુભાઈ રણુભાઈ ખાચર, રામકુભાઈ મોકાભાઈ ખાચર, સુખાભાઈ રૂખડભાઈ વાળા, રામકુભાઈ નાજભાઈ ધાધલ, નરેશભાઈ લખુભાઈ કોટીલા, મુળુભાઈ જીલુભાઈ બસીયા, રાજુભાઈ ભીખુભાઈ ગીડા, ભરતભાઈ ભગુભાઈ વાળા (જસદણ), રાજુભાઈ ટપુભાઈ વાળા, પ્રકાશભાઈ બસીયા, ધમભાઈ માંજરીયા, ચંદ્રેશભાઈ ડાવેરા, વિશાલભાઈ પ્રકાશભાઈ ડાવેરા, મુળુભાઈ ચાવડા, સત્યેન્દ્રભાઈ ખાચર, મહેન્દ્રભાઈ વાળા, મહેન્દ્રભાઈ ભયલુભાઈ વાળા (માચીયાળા) જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:46 pm IST)