Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રાજકોટ મેરેથોન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકીઃ ઉપાધ્યાય - પટેલ - ઠાકર

શહેરીજનોનો આભાર વ્યકત કરતા પદાધિકારીઓ

રાજકોટ,તા.૧૯:  મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે યોજાયેલી મેરેથોન દોડનો રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.સ્માર્ટ સિટી બનવા ભણી આગળ ધપી રહેલ રાજકોટના લોકો પીવાના પાણીના કરકસરયુકત ઉપયોગ, સ્વચ્છતા મિશન, અને ટ્રાફિક બાબતે વધુ ને વધુ જાગૃત થાય તેવા આશય અને થીમ સાથે યોજાયેલી કુલ મેરેથોન દોડમાં ૬૪,૦૦૦થી વધુ દોડવીરો જોડાતા તે ભારતની પ્રથમ ક્રમાંક તથા એશિયામાં બીજા ક્રમાંકની દોડ બની રહી હતી.તેમ ડો.જૈમન ઉપાધ્યાય, પુષ્કર પટેલ, જયમીન ઠાકરએ જણાવ્યુ હતુ.

આ આયોજનમાં તમામ ખાનગી સંસ્થાઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શાળાઓ – કોલેજો, રાજકોટવાસીઓ, તમામ એથ્લેટો, વિવિધ હોસ્પિટલો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્પોન્સર્સ, પાર્ટનર્સ, વિવિધ ક્ષેત્રો અને વ્યકિતગતરૂપે પણ મળી રહેલા સહયોગ બદલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ તમામ મહાનુભાવો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર જણાવેલ છે કે, તમામ શહેરીજનોના સહયોગથી જ રાજકોટ મેરેથોનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત થઇ શકી છે.

(5:01 pm IST)