Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કહાં ગયે વો દિનઃબજેટ બેઠક ૧૨ થી ૨૪ કલાક ચાલતીઃ ગયા ગરિમાના દિ', રહી પ્રસિધ્ધીની પળો

અભ્યાસ અને ગરિમાથી થતી ચર્ચા ભૂતકાળ : અત્યારે માત્ર સામસામા આક્ષેપો અને ધ્યાન ખેંચવા માટેનો ગોકીરો : ૧૯૮૩ થી ૮૭ સુધી કોર્પોરેશનનું બજેટ બોર્ડ મધ રાત સુધી ચાલ્યું હોવાનો રેકોર્ડઃ ૨૦૧૧ થી અભ્યાસુ કોર્પોરેટરોની ખોટ પડવા લાગી અને હવે અબજોનું બજેટ કલાક અને મીનીટોમાં મંજુર થાય છે

રાજકોટ તા. ૧૯ : આવતી કાલે મ્યુ.કોર્પોરેશનના ૧૭.૬૯ અબજના બજેટને બહાલી આપવા જનરલ બોર્ડ યોજાનાર છે. ત્યારે ભૂતકાળમાં વજુભાઇ વાળાના મેયર પદ વખતે બજેટની બોર્ડ બેઠક ૧ર થી ર૯  કલાક અને મધરાત સુધી ચાલતી હોવાથી બાબત ચર્ચાના એરણેે ચડી છે. કેમ કે હવે અબજો રૂપિયાનું બજેટ માત્ર મીનીટોમાં અને કલાકોમાંજ મંજુર થઇ છે તેથી હવે બજેટ અંગે તલસ્પર્શી ચર્ચા કરી પ્રજાહીતની જોગવાઇઓ કરાવનાર બુધ્ધી શાળી કોર્પોરેટરોની 'ઓટ' આવી હોવાની છાપ પ્રજામાં ઉપસી રહી છે.

મ્યુ.કોર્પોરેશનના સેકેટરી વિભાગમાં નોંધાયેલ રેકર્ડ મુજબ અગાઉ ૧૯૮૩ થી ૮૭ ના સમય ગાળામાંં બજેટ માટેનું જનરલ બોર્ડ ૧ર થી ર૪  કલાક સુધી અને મધરાતે૩ વાગ્યા સુધી ચાલ્યાની નોંધ છે.

રેકોર્ડ મુજબ ૧૯ ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ મળેલ બજેટ જનરલ બોર્ડ બપોરે ૪ વાગ્યાથી રાત્રે ર.ર૦ સુધી ચાલ્યુ હતું.

તેવીજ રીતે ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૭ ના દિવસે મળેલ બજેટ બોર્ડ બપોરે ૪ થી રાત્રે ર-૧પ વાગ્યા સુધી ચાલ્યું હતું આ બંને બોર્ડ  તાત્કાલીન મેયર વજુભાઇ વાળાના અધ્યક્ષ સ્થાને મળ્યા હતા.

તેમજ ૩૧ જાન્યુઆરી ૧૯૮૪ ના રોજ બપોરે ૪ વાગ્યે શરૂ થયેલ બજેટ બોર્ડ રાત્રે ૮-૧૦ સુધી ચાલ્યું હતું.

આજે ૯ ફેબ્રુઆરી ૧૯૮૬ ના રોજ મળેલ બજેટ બોર્ડ બપોરે ૪ થી રાત્રે ૮.૪પ વાગ્યા સુધી ચાલ્યું હતું.

આમ ૮૦ થી ૯૦ ના દાયકા દરમિયાન બજેટ બોર્ડમાં મોડી રાત સુધી પ્રજાહીતની ચર્ચાઓ થતી હોવાની નોંધ છ.ે

ર૦૧૧ થી બજેટ બોર્ડમાં ચર્ચાના સમય ઘટવા લાગ્યો

જયારે સેક્રેટરીના રેકોર્ડમાં  નોંધાયા મુજબ ર૦૧૧ ની બોર્ડ બેઠકમાં ચર્ચાનો સમય ઘટવાનો સિલસિલો શરૂ થયો.

કેમ કે તા.૧૦ર/ર૦૧૧ નુ બોર્ડ સવારે ૧૦ થી બપોરે ૧ અને તા.૧૮/ર/ર૦૧રનુ બોર્ડ સવારે ૧૧ થી બપરો ૩-૩૦ તથા તા. ર૦/ર/ર૦૧૩ નું બોર્ડ સવારે બપોરે ૧૧ થી ૧ર-પ૦ તા.૧૭/ર/ર૦૧૪ નુ બોર્ડ બપોરે ૪ થી સાંજે ૪-૩૦ અને તા. ૧૮/ર/ર૦૧પ નુ બોર્ડ સવારે ૧૧ થી બપોરે ૧ર-૩૦ સુધી તેમજ તા.૧૯/ર/ર૦૧૬ નુ બોર્ડ સવારે ૧૧ થી ૧ર-૪પ ચાલ્યુ હતું.

આમ ર૦૧૧ બાદ બોર્ડમાં અભ્યાસુ કોર્પોરેટરોની ખોટ પડી હોય તેમ બેઠકનો સમય ગાળો ક્રમશઃ ઘટતો ગયો અને હવે માત્ર ૧ થી ર કલાકમાંજ અબજોનું બજેટ મંજુર થતુ  હોવાની નોંધ છે.

(4:40 pm IST)